સાયન્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ થયેલી યુવતી હીર પટેલ આજકાલ ફૂડ બ્લોગર તરીકે વડોદરાના યુવાઓમાં ખુબજ ફેમસ છે.
આજકાલ સોશ્યલ મીડિયાનો જમાનો છે અને તેમાં ક્યારે કોણ ફેમસ થઈ જાય તે કહેવાય નહીં અને બસ આજ વાત અહીં હીર માટે લાગુ પડી છે પોતે જ્યારે કોઈ રેસ્ટોરન્ટમાં લંચ,ડિનર માટે જતી ત્યારે શોખ માટે પાડેલા ફૂડ ફોટા સોશ્યલ મિડિયા પર પોસ્ટ કરતા જોત જોતામાં આજે 44 હજારથી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે.
એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં કેમેસ્ટ્રીની ડિગ્રી મેળવ્યા બાદ ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી થી ગોલ્ડ મેડલ મેળવીને વડોદરામાં કેમીકલ ઇન્ડસ્ટ્રીઝમાં એનાલીટકલ ડેવલોપમેન્ટ લેબમાં કેમીકલ એનાલિસ્ટ તરીકે ફરજ બજાવતી હીર પટેલે તદ્દન અલગ પ્રોફેશનમાં નામ બનાવ્યું છે.
હાલમાં લોકો ટીવી ઓછું જોતા થયા છે અને હવે મોબાઈલમાં જ આખી દુનિયા કેદ થઈ ગઈ છે ત્યારે સોશ્યલ મિડિયા પર યુવા ધન સૌથી વધારે એકટીવ રહે છે ત્યારે હીરે ફૂડ બ્લોગર તરીકે શહેરના યુવાનોમાં પોતાનું નામ બનાવી લીધું છે. હીરે સામાન્ય લોકોને રેસ્ટોરન્ટ-કેફેમાં જવા માટે મદદ મળી રહે તે માટે તા. 21 એપ્રીલ 2016 થી ઇન્ટાગ્રામમાં ફોટા શેર કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં જે જગ્યાએ રેસ્ટોરન્ટમાં જાય ત્યાં જઇને તેના રિવ્યુ મુકતી હતી હવે ફૂડ બ્લોગીંગ જાહેરાતનું કામ કરી રહી છે. ફોલોઅર્સ વધ્યા ત્યાર પછી રેસ્ટોરન્ટ અને કાફે સંચાલકો મને સામેથી બોલાવી રહ્યા છે. જે અભ્યાસ કર્યો છે તે ફિલ્ડ છોડવાની ઇચ્છા થતી નથી પરંતુ ભવિષ્યમાં કઇ રીસર્ચ સાથે ફૂડ બ્લોગીંગમાં અગળ વધવાની ઇચ્છા છે ખાસ કરીને સ્ટ્રીટ ફૂડના વીડિયોમાં સૌથી વધારે લાઇક મળી રહી છે.
ફૂડ બ્લોગર બનવું હોય તો લોકોનો ઇન્ટરેસ્ટ શું છે તે બાબતને જાણવું જરૂરી છે અને તે પ્રમાણે તમારે કન્ટેન્ટ આપોતો સ્ટ્રીટ ફૂડના વિડિયોમાં સૌથી વધારે વ્હયુ અને લાઇક આવે છે. પોસ્ટ કેટલી ક્રીએટીવ છે તેના પર ફોલોઅર્સ વધતા હોવાની હિર પટેલનું માનવું છે.
આમ,તમારામાં જો ક્રિએટિવિટી હોયતો તમારો મોબાઈલ જ તમારી આવકનું સાધન બને છે અને લોકપ્રિયતા મળે તે જુદી.
આમ,હવે બદલાયેલા જમાનામાં લોકો ટીવી-અખબાર ઓછું જોતા હોય વર્તમાન સમય મોબાઈલ યુગનો હોય તે મુજબ મોટાપાયે બદલાવ જોવા મળી રહ્યો છે.