લોખંડી પુરૂષ સરદાર પટેલની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવાડિયા ખાતે સ્થાપી રહ્યાં છે ત્યારે શહેરના મુસ્લિમ યુવકે તેવી જ વિચારધારા સાથે છેલ્લા 6.5 મહિનાથી જીતોડ મહેનત કરી 1.28 લાખ દિવાસળી અને 7 કિલો ફેવીકોલનો ઉપયોગ કરી સરદાર પટેલની 6.5 ફુટ ઊંચી પ્રતિમા બનાવી છે અને કેવળીયા ખાતે આ પ્રતિમા ડીસપ્લેમાં મુકવામાં આવી તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. જોકે મહત્તવની વાતતો એ છે કે સરદાર પટેલની સાડા છ ફુટની દિવસળીથી પ્રતિમા તૈયાર કરનાક યુવક એક સામાન્ય પરિવારનો છે જે દિવસ ભર સાઇકલ રિપેરીંગનુ કામ કરી તેમાંથી જે કમાણી થતી તે રૂપિયાની બચતમાંથી તેને આ પ્રતિમા તૈયાર કરી છે.
શહેરના આજવા રોડ આવેલા એકતાનગર વસાહતમાં રહેતા 25 વર્ષીય હુસૈન પઠાણ દ્વારા છેલ્લા 6 મહિનાની અથાર્થ મહેનત બાદ, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આબેહુબ દેશની એકતા અને અખંડીતત્તા માટે રાજા અને તેમના રજવાડાઓને એકત્ર કરનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભ પટેલની એક અનોખી પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. 1.28 લાખ દિવાસળી તેમજ 7 કિલો ફેવીકોલનો ઉપયોગ કરીને સાડા છ ફુટની 4 કિલોગ્રામ વજનની પ્રતિમા બનાવાઇ છે.
દેશના વડાપ્રધાન અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી જ હુસૈન પઠાણે સરદાર પટેલની એક અનોખી પ્રતિમા તૈયાર કરવાનું નક્કી કરી લીધુ. આ અંગે હુસૈન સાથેની વાતચિતમાં તેને જણાવ્યું હતુ કે હું સાઇકલ રિપેરીંગનુ કામ કરું છું, અને તેમાંથી થતી કમાણીના રૂપિયાની બચત કરી, દિવસ દરમિયાન મને જ્યારે સમય મળતો ત્યારે હું સરદાર પટેલની પ્રતિમા બનાવા માટે 1.28 લાખ માચીસની સડીઓનો ઉપયોગ કરી લોખંડી પુરૂષ સરદાર પટેલની પ્રતિમા તૈયાર કરી છે. કેવળીયા ખાતે જ્યાં વિશ્વની સૌથી મોટી પ્રતિમા મુકવામાં આવનાર છે ત્યારે હું આ પ્રતિમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગીફ્ટ કરવા માંગુ છે અને સાથે સાથે માચીસની સડીઓમાંથી બનાવેલી સદરદાર પટેલની આ પ્રતિમા પણ કેવળીયા ખાતે ડીસપ્લેમાં મુકવામાં આવે તે ઇચ્છા રાખુ છું.