વડોદરા શહેરના ચારે બાજુ બિલ્ડરો દ્વારા સોસાયટી અને અપાર્ટમેન્ટ બાંધવામાં આવે છે પરંતુ તેઓ રહીશોની પાયાની જરૂરિયાત એવી રસ્તો બનાવવાની કોઈ તકેદારી રાખતા નથી અને તેવું જ પાલિકા તંત્ર પણ નવી બંધાતી સોસાયટીઓ ના વિસ્તારમાં રસ્તા બનાવવાની રજૂઆત કરવા છતાં તેઓ દ્વારા આ બાબતે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, જેના કારણે શહેરના ડેવલપમેંટ વિસ્તારમાં રહેતા રહીશોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વડોદરા પંચામૃત રેસિડન્સીમાં રહેતા રહીશો રસ્તાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. વિસ્તારના રસ્તા રહીશોના જણાવ્યા અનુસાર તેઓની રેસીડન્સી બન્યા બાદ બિલ્ડરો અને તંત્રને રસ્તા બનાવવાની વારંવાર રજૂઆત કરવા છતાં બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના બહેરા કાને તેની રજૂઆત ધ્યાનમાં લેવાતી નથી અને હાલમાં શહેરમાં પડેલા વરસાદને કારણે રસ્તો એકદમ બદતર થઈ ગયો છે.
દોઢથી બે ફૂટ ઉંડા ખાડાઓ પડી ગયા છે અને વિસ્તારમાં ખાનગી સ્કૂલ બાંધવામાં આવી છે જેને કારણે સ્કૂલના વાહનો પણ આ જ રસ્તા એ આવનજાવન કરે છે જેને કારણે રસ્તાની હાલત વધારે ખરાબ બની છે. રેસિડેન્સીમાં રહેતા રહીશો મુજબ રસ્તાના કારણે આઠથી દસ લોકોનો ફ્રેક્ચર પણ થયા છે. આ વિસ્તારના ૧૫૦ ઉપરાંત પરિવારોને રોજની અવર-જવરમાં મુશ્કેલ થતાં રોષે ભરાયા છે અને રહીશો દ્વારા આજે રસ્તા પર આ ડોસો મૂકી રસ્તો બંધ કરવામાં આવ્યો છે જ્યાં સુધી તંત્રમાં રસ્તો બનાવવાની માંગ પુરી નહીં કરે ત્યાં સુધી રસ્તો ચાલુ નહીં કરવામાં આવે અને ઉગ્ર આંદોલન કરવામાં આવે છે. રહીશોના જણાવ્યા મુજબ રસ્તાની ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ હોવા છતાં તંત્ર દ્વારા કોઈજ કામ કરવા માં આવ્યું નથી.