વડોદરામાં લગ્ન પ્રસંગમાં એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં છોટાઉદેપુર તાલુકાનાં જોરાવાંટ ગામે દીકરીની વિદાય વખતે ગામનાં જ માજી સૈનિકે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરતા બે મહિલાઓ ઇજાગ્રસ્ત બની હતી. જેના કારણે દુલ્હનને લીધા વગર જ વરરાજા સાથે જાન પરત જતી રહી હતી.તાત્કાલિક આ બે મહિલાઓને સારવાર માટે છોટાઉદેપુરનાં હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. આ ફાયરિંગ થવાને કારણે દુલ્હનને વરરાજા સહિત જાનૈયાઓ મુકીને જતા રહ્યાં હતાં.
આ મામલે મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર તાલુકાનાં જોરાવાંટમાં રહેતા કુટડીયાભાઇ રાઠવાનાં ઘરે મોટી મોટી દીકરીનાં લગ્ન ખુશીનાં માહોલ વચ્ચે સંપન્ન થયા હતાં. દીકરીનાં લગ્નને કારણે આખા પરિવારમાં ખુશીનો માહોલ છવાયેલો હતો.
વિદાય વેળાએ ગામમાં રહેતા નિવૃત્ત સૈનિક અર્જુનભાઇ રાઠવા અને તેની સાથે દારજુવાસિંગ લગ્નવાળા ઘરે આવી પહોંચ્યાં હતાં. ત્યારે દુલ્હનને રળતી જોઇ તેમણે પૂછ્યું હતું કે તું કેમ રડે છે? તેને રડતી જોઇને એક રાઉન્ડ ગોળીબાર તેણે હવામાં કર્યો હતો. જ્યારે બીજા રાઉન્ડ ગોળીબારમાં એક જ ગોળીથી બે મહિલાઓને ઇજા પહોંચી હતી. જેમાં એક મહિલાને ગુપ્તાંગનાં ભાગે ઈજા પહોંચી હતી.
તાત્કાલિક આ બે મહિલાઓને સારવાર માટે છોટાઉદેપુરનાં હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. આ ફાયરિંગ થવાને કારણે દુલ્હનને વરરાજા સહિત જાનૈયાઓ મુકીને જતા રહ્યાં હતાં.