ગોપાલ ઈટાલીયાએ ભુંડ ભગાડવા માટે પાઈપ દ્વારા ભડાકો કરતા વલ્ભભવિદ્યાનગર પોલીસે આર્મ્સ એક્ટ પ્રમાણે ગુનો નોંધ્યો હતો. હવે આ મામલે ગોપાલ ઈટાલીયાએ RTI હેઠળ વિવિધ પ્રકારની માહિતી માંગતા પોલીસ હવે પોલીસ મૂંઝવણમાં મૂકાઈ ગઈ છે. પોલીસે તો ઠીક પણ વિદ્યાનગર કોર્ટ દ્વારા પણ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ઈટાલીયાને પોલીસ રીમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કર્યો હતો ખરેખર તો ગુનો બોટાદમાં બન્યો તો તો પછી આણંદ પોલીસ અને કોર્ટે કઈ રીતે પોતાના કાર્યક્ષેત્રની બહાર જઈ કાર્યવાહી કરી તે સૌથી મોટો પ્રશ્ન છે.
સરકાર અને ધાર્મિક નેતાઓની જાહેરમાં ટીકા કરતા ગોપાલ ઈટાલીયાએ બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે ભુંડ ભગાડવા માટે પાઈપમાં સ્ફોટક પદાર્થ ભરી ભડાકો કર્યો હતો અને તેનો વીડિયો પણ જાહેર કર્યો હતો. આ મામલે એક વ્યકિત આણંદના વિદ્યાનગર પોલીસમાં ફરિયાદ આપી હતી, જેના આધારે આણંદ પોલીસે ગોપાલ ઈટાલીયાની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી વિદ્યાનગર કોર્ટમાં રજૂ કરી પોલીસ રીમાન્ડ પણ મેળવ્યા હતા પરંતુ ઘટના બોટાદમાં ઘટી હોવા છતાં કઈ રીતે આણંદ પોલીસમાં ગુનો નોધ્યા અને આણંદ પોલીસે ભૂલ કરી તો કોર્ટે પણ પોલીસને રોકવાની જરૂર હતી પણ તેના બદલે કોર્ટે પોલીસ રીમાન્ડ પણ મંજૂર કર્યા હતા.
આ ઘટના પછી ગોપાલ ઈટાલીયા વિદ્યાનગર પોલીસ પાસે RTI હેઠળ જાણકારી માગી છે કે મારી જે કેસમાં ધરપકડ થઈ તે બનાવ વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં કયા બન્યો હતો અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો તે કયાં અને કઈ જગ્યાએ બન્યો હતો ઘટના લાઠીદડ ગામમાં જો પોલીસે પંચનામુ કર્યુ હોય તો કઈ તારીખે અને કેટલા વાગે પંચનામુ કર્યુ તેની વિગત આપવી.
વિદ્યાનગર પોલીસની હદમાં ગુનો બન્યો નથી છતાં ત્યાં ગુનો નોંધવા અંગે કોઈ આદેશ, પરિપત્ર ઠરાવ અથવા CRPCની જોગવાઈ પ્રમાણે લેખિત અથવા મૌખિક હુકમ થયો હોય તો તેની જાણકારી આપવી. CRPC પ્રમાણે હુકમત અંગેની કઈ જોગવાઈ છે તેની જાણકારી આપવી. આ ઉપરાંત ગુનો આણંદ જિલ્લામાં બન્યો નથી તો કઈ જોગવાઈ પ્રમાણે આણંદ કોર્ટે કેસની કાર્યવાહી કરી તેની જાણકારી આપવી આમ હવે ગોપાલ ઈટાલીયા સામે ગુનો નોંધવામાં પોલીસે દાખવેલો અતિ ઉત્સાહનો પોલીસે જવાબ આપવાનો છે.