ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ ને એક વર્ષ પૂરું થયુ છે અને કોરોના હજુ જવાનું નામ લેતો નથી અને દિવસે ને દિવસે હજુ વાવાઝોડા ની જેમ વધતો ગયો છે.ગઈકાલે ગુજરાત રાજ્યમાં ગઈકાલે કોરોના વાયરસના કેસ 1276 નોંધાયા હતા અને આજે ગુજરાતના મહાનગરોમાં કારફ્યુનો સમય રાત્રીના 9 થી સવારના 6 નો સમય કરી દેવામાં આવ્યો છે.
વાત કરવામાં આવે તો ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન દંડક નેતા અને કારોબારી સભ્યો તથા હોદ્દેદારો બિનહરીફ જાહેર થયા હતા અને આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ચાર્જ પણ સાંભળ્યો હતો જેમાં ભાજપના ડભોઈના ધારાસભ્ય અને નવનિયુક્ત હોદ્દેદારો વડાપ્રધાનના 2 ગજની દુરીના નિયમને ધોળી ને પી ગયા હતા અને માસ્ક પહેર્યા વગર ટોળે વળ્યાં હતા.એક તરફ સરકાર પ્રજા જનો માટે કડક નિયમો બનાવવામાં આવી રહ્યા છે અને બીજી તરફ નેતાઓને કેમ છૂટછાટ આપવામાં આવી રહી છે જેવા અનેક પ્રશ્નો ઉભા થવા પામ્યા છે.આજે વડોદરા શહેરના મેયર અને કમિશ્નર જાતે વડોદરા ના પાથરણા વાળા ને બંધ કરાવવા નીકળ્યા હતા તો આ નેતાઓ ને કેમ કહી બોલવાની હિંમત નથી ચાલતી કોર્પોરેશન ના અધિકારીઓને તેવા અનેક પ્રશ્નો વેપારીઓએ વડોદરા ના મેયર અને કમિશ્નર ને કર્યા હતા.ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકાર ડભોઈના ધારાસભ્ય અને નવનિયુક્ત હોદ્દેદારો ને દંડ ભરાવશે કે કેમ ?