ગુજરાતનું પ્રથમ ગ્રીન સેટેલાઇટ રેલવે સ્ટેશનનું વડોદરાના છાયાપૂરી ખાતે રેલવે રાજ્ય મંત્રી સુરેશ અંગડી એ લોકાર્પણ કરી મુસાફરો માટે ખુલ્લું મૂક્યું છે. 50 કરોડના ખર્ચે અદ્યતન ગ્રીન સેટેલાઇટ રેલવે સ્ટેશન બનાવ્યું છે. છાયાપૂરી રેલવે સ્ટેશન પર 17 ડિસેમ્બરથી 26 ટ્રેનો આવન જાવન કરશે. તેમજ વડોદરાથી અમદાવાદ થઈ દિલ્હી જવા માટે મુસાફરે હવે છાયાપૂરી રેલવે સ્ટેશનથી ટ્રેન પકડવી પડશે.
ગ્રીન સેટેલાઇટ રેલવે સ્ટેશનની વિશેષતા
- રેલવે સ્ટેશન પાછળ ૫૦ કરોડનો ખર્ચ
- રેલવે સ્ટેશનનું બિલ્ડીંગ ગ્રીન
- મુખ્ય રેલવે લાઇન ઉપરાંત બે લૂપ લાઇન
- ૨૬ કોચની ટ્રેન માટે બે અત્યાધુનિક પ્લેટફોર્મ
- બે લિફટ અને એક ઓવરહેડ બ્રિ્ાજ
- વીઆઇપી કક્ષ
- જનરલ અને મહિલાઓ માટે પ્રતિક્ષા કક્ષ
- મુસાફરોને માહિતી મળે તે માટે સ્ક્રીન
- રિઝર્વેશન કાઉન્ટર
વડોદરાના છાયાપૂરી રેલવે સ્ટેશન બનવાથી વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક ઘટશે તેમજ છાયાપૂરી રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યા વધશે. લોકાર્પણ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, મંત્રી યોગેશ પટેલ, સાંસદ રંજન ભટ્ટ, મેયર જિગીષાબેન શેઠ અને ધારાસભ્યો સહિત મોટી સંખ્યમાં લોકો જોડાયા. વડોદરાના સાંસદે કહ્યું કે છાયાપૂરી રેલવે સ્ટેશન ગુજરાતનું પ્રથમ અદ્યતન ગ્રીન સેટેલાઇટ રેલવે સ્ટેશન છે. છાયાપૂરી બાદ પ્રતાપનગર ખાતે પણ હવે સેટેલાઇટ રેલવે સ્ટેશન બનશે. તો રેલવેના પીઆરઓએ કહ્યું કે છાયાપૂરી રેલવે સ્ટેશન બનવાથી મુસાફરોને રાહત મળશે તેમજ છાયાપૂરીની આસપાસના વિસ્તાર નો પણ વિકાસ થશે.