વડોદરાના સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ટોઈલેટ પાસે રોટલી બનાવવામાં આવે છે તેવી ફરિયાદ કરી ભારે હોબાળો કર્યો હતો. જે અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હોસ્ટેલમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય સામગ્રી તેમજ તૈયાર ભોજનના નમૂના પણ લેવામાં આવ્યા હતા. જે બાદ આરોગ્ય વિભાગે ફુડ કોન્ટ્રાકટરને શેડ્યુલ 4ની નોટિસ આપી હતી તેમજ ફરિયાદ બોક્સ મૂકવામાં આવે તેવા સુચનો પણ કર્યા હતા.