સમગ્ર ગુજરાતમાં વરસાદની જોરદાર બેટીંગ ચાલી રહી છે. આજે વરસાદે વડોદરા શહેર અને જિલ્લાને ધમરોળ્યું હતું. પાછલા કેટલાક કલાકોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે આજે મધ્ય ગુજરાત અને વડોદરામાં પણ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં આજે બપોરે 12 વાગ્યા બાદ મેઘરાજાએ મનમૂકીને વરસવાનું શરૂ કરતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
પાછલા 4 કલાકમાં રેકોર્ડ બ્રેક 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભારાઇ ગયા હતા. વડોદરા હાઈવેથી સિટીમાં પ્રવેશવાના રસ્તાઓ પર ભારે ટ્રાફીક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તંત્રની સંપૂર્ણ બેદરકારી છતી થઈ રહી છે.
વડોદરા શહેર અને જિલ્લામાં ગત મોડી રાત્રીથી અત્યાર સુધીમાં 6 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. લાંબા સમય બાદ મેઘરાજાની મહેરબાનીથી શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. પરંતુ, કેટલીક જગ્યાઓ પર પાણી ભરાઈ જવાને કારણે સ્કૂલે જતા બાળકો, અને નોકરી ધંધે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.