કોરોનાએ હવે રાજકારણીઓને પણ પોતાના બાનમાં લીધા છે. વડોદરાના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કેતન ઈનામદારના પરિવારના ચાર સભ્યો સહિત તેમનો ડ્રાઈવર પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. તેમણે વિડીયો દ્વારા પોતાના કોરોના પોઝિટીવ રિપોર્ટ અંગે માહિતી આપી હતી. આ સાથે વડોદરાવાસીઓને સાત દિવસનું કડક લોકડાઉનનો અમલ કરવા માટે અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઉછાળો જોવા મળી રહ્યો છે. આવા સમયે લોકો હવે સ્વયંભૂ લોકડાઉનનો અમલ કરી રહ્યા છે. કેતન ઈનામદારે પણ વડોદરાવાસીઓને આવનારા દિવસોને ભયાનક ગણાવીને લોકડાઉનનો અમલ કરવા અપિલ કરી છે.