વડોદરાની પારૂલ યુનિવર્સિટી ફરી વિવાદમાં સપડાઇ છે. આ વખતે પારૂલ યુનિવર્સિટીમાં ફીમાં બમણો વધારો કરાયો છે. મેડીકલના વિધાર્થીઓની ફીમાં વધારો ઝીંકી દેતાં વાલીઓમાં ઉગ્ર રોષ ફેલાયો છે. ગર્વમેન્ટ ક્વોટામાં ફી વધારાની રૂ. 10.80 લાખ કરવામાં આવી છે, અને મેનજમેન્ટ ક્વોટામાં રૂ. 22 લાખની ફી કરાઇ છે. ફી વધારા મુદ્દે વાલીઓએ કમિશનર ઓફ હેલ્થને લેખિતમાં રજૂઆત કરી છે
જોવાનું એ છે કે હવે વાલીઓની આ રજૂઆતની શું અસર થશે. કમરતોડ મોઘવારીમાં ફી વધારો ફરી એક વાર વાલીઓ માટે ચિંતાનો વિષય છે.