વડોદરાઃ વડોદરાની યુવતીને ટ્રેનમાં કડવો અનુભવ થયો હતો. ટ્રેનમાં મુસાફરી કરતી આ યુવતીની સામે એક યુવક બેઠો હતો અને ત્યારબાદ અશ્લિલ હરકત કર્યા બાદ અર્ધનગ્ન થયો હતો. આ દ્રશ્યો જોઈને યુવતી ગભરાઈ ગઈ હતી અને યુવકનો વીડિયો બનાવ્યો હતો. અને આ વીડિયો રેલવે મંત્રી પિયુષ ગોયલ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક રેલવે પોલીસ હરકતમાં આવી ગઈ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ યુવતી ઉદયપુર-ઇન્દોર ઇન્ટરસીટી એકસપ્રેસમાં નીમચ જતી હતી ત્યારે સવા આઠ વાગે કોચની લાઇટ શરૂ થયા બાદ એક યુવક સામે આવી બેસી ગયો હતો અને અશ્લીલ હરકત કરવા લાગ્યો હતો. આ અંગેનો વીડિયો બનાવી યુવતીએ આઈઆરસીટીસી અને રેલવે મંત્રી પિયુષ ગોયલને મોકલ્યો હતો. આ અંગેની જાણ થતા ટ્રેન માવલી પહોંચી ત્યારે રેલવે પોલીસ પહેલેથી ત્યાં હાજર હતી.
પોલીસે કોચનું ચેકિંગ કર્યુ હતું અને ફરિયાદ લીધી હતી પણ યુવકનો કોઈ પતો લાગ્યો ન હતો. અ બનાવની જાણ થતાં રેલવે એસપી દ્વારા કડક કાર્યવાહી માટેની સુચના અપાઈ હતી પણ આરોપીનો કોઈ સગડ મળ્યા ન હતા.આરપીએફના એક એએસઆઈના કહેવા મુજબ જયારે ફરિયાદ મળી ત્યારે ટ્રેન ચેક કરવામાં આવી હતી, પરંતુ યુવકના કોઇ સગડ મળ્યા ન હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ વડોદરાની 25 વર્ષીય યુવતી સરકારી વિભાગમાં ફરજ બજાવે છે.તેણીએ યુવકનો વીડીયો બનાવી સંબંધિતોને મોકલી તેની સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી.પણ ઘટનાના સાત દિવસ પતવા છતાં રેલવે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ના થતાં અનેક લોકોને અચરજ થયું છે.બનાવને નજર જોનાર એક રેલવે યાત્રીએ જણાવ્યુ હતું કે રેલવે પોલીસ દ્વારા ટ્રેનમાં બંદોબસ્ત હોય તો આવી ઘટના ના બની શકે.
વતીએ જણાવ્યું કે આવી ઘટનાથી તે ઘણી જ ડરી ગઈ હતી. જ્યારે મેં આ વાત મારા પરિવારને જણાવી તો તેઓ પણ ડરી ગયા. પહેલાં હું નોકરીના કારણે ઉદયપુરમાં એકલી રહેતી હતી. આ ઘટના પછી મારી માતા પરિવારને છોડીને મારી સાથે ઉદયપુરમાં રહે છે.
યુવતીએ જણાવ્યું કે સામાન્ય રીતે યાત્રા માટે ટ્રેનમાં જ મુસાફરી કરવાનું પસંદ કરે છે. આ ઘટના પછી મને ટ્રેનમાં સફર કરવાનો ડર લાગી રહ્યો છે. હું ઈચ્છું છું કે આવા નરાધમો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, કે જેથી ભવિષ્યમાં આવી ગંદી હરકત કોઈ અન્ય યુવતીની સાથે ન કરે.