વેસ્ટર્ન રીજિયનના ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશનાં કુલ 27 એરપોર્ટ પૈકી વડોદરાનું ઇન્ટિગ્રેટેડ એરપોર્ટ બિલ્ડિંગ સોલાર એનર્જીથી સજ્જ થઈ રહ્યું છે. અહીં 675 કે.વી. વીજળી ઉત્પન થશે, જેનાથી વીજ બિલમાં અંદાજીત 40 ટકા બચત કરશે. 3.4 કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. ટૂંક સમયમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન દ્વારા સોલાર એનર્જીનું ઉદ્ઘાટન કરવામાં આવશે. અમદાવાદ અને સુરતના એરપોર્ટ પણ સોલાર વીજળી ઉત્પન કરવામાં આવશે. અમદાવાદમાં અત્યારે કામ ચાલુ છે, જ્યારે સુરતમાં એરપોર્ટ જ નવું બનાવાનું છે. વડોદરા આ દિશામાં કામ પુરુ કરનારૂ રાજ્યનું પહેલું એરપોર્ટ છે. દેશમાં માત્ર 16 એરપોર્ટ સોલાર એનર્જીનો ઉપયોગ કરે છે.
વડોદરા એરપોર્ટ પર સોલાર પાવર પ્લાન્ટ તૈયાર થયો છે. ટૂંક સમયમાં ઓરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્રા ઉદ્ઘાટન કરશે. કેન્દ્ર સરકારની પોલિસીને પગલે લગભગ મોટા ભાગનાં એરપોર્ટ આ તરફ કાર્ય કરી રહ્યાં છે. અમદાવાદ -સુરત પણ સોલાર પાવર માટે કામ કરી રહ્યાં છે.
ચરણસિંહ, એરપોર્ટ ડાયરેક્ટર , વડોદરા