સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધનો અમલ કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોર્ડ અને ઝોન સ્તરે ટીમો બનાવી દીધી છે અને કોર્પોરેશને પોલીસ સાથે મળીને જોઈન્ટ એન્ફોર્સમેન્ટની જે ટીમ બનાવી છે. તેને પણ આ પ્રતિબંધનો અમલ કરવા માટે કામે લગાડવામાં આવશે. તેમ જાણવા મળ્યું છે.
તારીખ 11 સપ્ટેમ્બરથી સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે અને ગુજરાત સરકારે પણ આ કાર્યક્રમ અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ભારતના જન આંદોલનના આહવાનની શરૂઆત કરી છે.
વડોદરા કોર્પોરેશન તારીખ 5થી અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને કડક ચેકિંગ સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરાવવા કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અત્યાર સુધીમાં 1,762 1762 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. આ જ કરેલું પ્લાસ્ટિકને ઈકોફ્રેન્ડલી રિસાયક્લિંગ કરાવતા પ્રોજેક્ટને પહોંચતું કરવામાં આવશે.