ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમીટેડના અેમ.ડી અમિત ભટનાગર તેના રૂઅાબથી જાણીતા છે કોઈને કોઈ રીતે તેઓ સમાચારમાં છવાયેલા રહે છે. પોલીસ સાથેના સંબંધો હોય કે પછી રાજકારણીઓ સાથેનો ઘરોબો અમિત ભટનાગર ક્યાંય પાછા પડે તેમ નથી. તો વળી અમિત ભટનાગરનો ભુતકાળ પણ ગુનાખોરીથી ખરડાયેલો હોવાથી કુખ્યાત છે.
થોડા સમય પહેલા અમિત ભટનાગરે 33,01,91,670 કરોડની માતબર રકમ લોન પેટે બેન્કમાંથી મેળવી હતી. અા લોન અમિત ભટનાગરે કલાલી સ્થિત તેમની મેયફેર સાઈટના બે માળ પર મેળવી હતી જો કે લોન મેળવ્યા બાદ નાણાં પરત ન કરતા બેન્કને વિવશ થઈને પગલા લેવા પડ્યા હતા. બેન્કલોનના રૂ. 33 કરોડ નચુકવતા પ્રોપર્ટી સીલ કરવામાં અાવી છે.
તેમણે મહાનગર પાલીકાનો વેરો પણ ચુકવ્યો નથી અને કાયદાની અૈસીતૈસી કરી છે. મહાનગર પાલીકાએ નોટિસ ફટકારી છે. અમિત ભટનાગર રાજકારણમાં પણ પરોક્ષ રીતે ભાગ લે છે કેમકે સૌરભ પટેલ સાથે તેમનો ઘરોબો જાણીતો છે. અેક પછી અેક ફેક્ટરી અને પ્રોપર્ટી વસાવી રહેલા અમિત ભટનાગરની પહોંચ અોછી ન હોય તે સ્વાભાવીક છે.
છેલ્લા કેટલાય સમયથી પોતાના પરિવાર સાથે વિદેશમાં સ્થાયી થવાનું ગોઠવી રહેલા અમિત ભટનાગર બીજા અનેક કૌભાંડો કરી ચુક્યા હશે તેમાં કોઈ નવાઇ નથી. 2016માં ગોરવા પોલીસ મથકમાં અમિત ભટનાગર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. કેન્દ્ર સરકાર પાસેથી મળતા એનવાઈરમેન્ટ કલીયરન્સ સર્ટીફિકેટ મેળવ્યા વીનાજ બાંધકામ શરૂ કરી દીધુ હતુ. અા સંદર્ભે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ફરિયાદ કરવામાં અાવી હતી.
જો કે અમિત ભટનાગરે સમગ્ર મામલે પલ્લુ જાડ્યુ હતુ સચાઈ શું છે તે તો અાવનારો સમય જ બતાવશે.અત્યારે તો તેમની પ્રોપર્ટી સીલ કરવામાં અાવી છે.