વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કારણે શહેરના જાહેર સ્થળો અને રહેણાંક વિસ્તારો માંથી જળચર જીવો મળ્યા હોવાના બનાવો બની રહ્યા છે.
ગઇરાત્રે યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના મેન ગેટ ઉપર કોબ્રા નજરે પડતા ફોરેસ્ટ વિભાગને જાણ કરાઈ હતી અને મોડી રાત્રે કોબ્રાનું રેસ્કયુ કરાયું હતું. સદનસીબે ગઈકાલે રજાનો દિવસ અને રાત્રિનો સમય હોવાના કારણે અવર-જવર બંધ હતી અને તેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.
આજ રીતે રાજમહેલ રોડ પર કાશી વિશ્વનાથ મંદિર સામે પેલેસના કમ્પાઉન્ડમાં ગઇરાત્રે 9 ફૂટનો મગર આવી જતા અવર જવર કરતા સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો આ બાબતે ફોરેસ્ટ વિભાગની મદદ લેવાતા ફોરેસ્ટની ટીમે મગરને પકડી પાંજરે પૂર્યો હતો.