વડોદરાના ઉંડેરા ખાતે આવેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ કંપની બહાર માનવ સાંકળ રચી દેખા કરી કંપનીની નીતિઓનો વિરોધ કર્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓને કેટલીક બાબતોમાં અન્યાય કરવામાં આવી રહ્યો હોવાથી કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.
કર્મચારીઓનો આક્ષેપ છે કે કંપની દ્વારા 1800 જેટલા કર્મચારીઓેને વેતન આપવામાં આવી રહ્યું છે. જે પ્રમાણેના ધારાધોરણો છે તે પ્રમાણે વેતન આપવાની માંગ કરવામાં આવી રહી છે પરંતુ કંપની દ્વારા કર્મચારીઓની માંગ પ્રત્યે બેદરકારી રાખવામાં આવી રહી છે અને માંગને નજરઅંદાજ કરવામાં આવી રહી છે.
રિલાયન્સના અંદાજે 1800 કર્મચારીઓએ વડોદરા ખાતેના ઉંડેર પ્લાન્ટની બહાર વિશાળ માનવ સાંકળ રચીને રિલાન્યસની નીતિ-રિતીઓનો જબ્બર વિરોધ કર્યો હતો. જો માંગને સ્વીકારવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં અન્ય કાર્યક્રમો આપવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે.