વડોદરાઃ શહેરમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં 28 વર્ષીય યુવકની હત્યા કરીને તેની લાશને ઝાડીઓમાં ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ છે. જોકે, પોલીસે આ અંગે જાણ થતાં તાત્કાલિક તપાસ હાથધરી છે.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે વડોદરાના સેવાસી વિસ્તારમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. 28 વર્ષીય અતુલ ઠાકોરનો મૃતદેહ ઝાડીઓમાંથી મળ્યો છે. બપોરથી અતુલ ઠાકોર હતો ગુમ હતો. અતુલને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારનો માર મારવામાં આવ્યો છે. આવા ઘાતકી હુમલા દ્વારા અતુલની કરપીણ હત્યા કરાઈ હોવાનું સામે આવ્યુ છે. મૃતક અતુલના હાથ પરના નિશાનના આધારે પોલીસે ઓળખ કરી બતાવી છે. પોલીસે હાલ યુવકના મોતને લઈને તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે વડોદરાના સિસવાનો વતની ઓમ વાઘેલા માર્કેટિંગની નોકરી કરતો હોય વાકછટા માં પારંગત હોય તેને સ્માર્ટ વર્ક થી કરોડપતિ બનવું હોય પ્લાન બનાવ્યો અને પોતાની ગર્લફ્રેન્ડની બહેનપણી એક સગીરા જે તબીબ પુત્રી હોય પૈસાદાર પાર્ટી હોય બંને સાથે ધો.12માં અભ્યાસ કરતા હોય તબીબની પુત્રી ઉપર નજર ઠરી હતી સગીરા અભ્યાસમાં તેજસ્વી છે. તેને ન્યૂરોલોજિસ્ટ બનવું હોવાથી અભ્યાસમાં ખૂબ ધ્યાન આપતી હતી. જોકે તે વાકછટા ધરાવતા ઓમના સંપર્કમાં આવ્યા બાદ તેના મનમાં પરિવાર પ્રત્યે નફરત પેદા કરી તેને ભગાડી જવાનો પ્લાન કર્યો હતો અને તેમાં સફળ પણ થયો હતો.
વડોદરા શહેરના વાઘોડીયા રોડ પર રહેતા તબીબની 12 ધોરણમાં અભ્યાસ કરતી સગીર પુત્રીને ગત 24 માર્ચે દાગીના પડાવી વિદેશમાં વેચી દેવાના ઇરાદે ઘેરથી ભગાડી ગયેલો શખ્સ અને તેને મદદ કરનારા અન્ય 3 જણાને પાણીગેટ પોલીસે ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે ભગાડી ગયેલા યુવકે રાતોરાત માલદાર થવા તબીબની સગીર પુત્રીને બહેન બનાવી બ્રેઇન વોશ કરી તેના માતા પિતા પ્રત્યે નફરત પેદા કરી હતી અને હું તને બચાવીશ તેવી થીયરી ઉભી કરી દાગીના સાથે ઘેરથી ભાગી જવા મજબુર કરી હતી.