વાત એવી છે કે, શહેરના ફતેગંજ અને નવાયાર્ડ વિસ્તારના સામાજીક કાર્યકર વિલ્સન સોલંકીએ આ વર્ષે વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી વિસ્તારના વરિષ્ઠ નાગરિકો સાથે કરવાનો નિર્ણય લીધો હતો. આખરે, તેમણે વિસ્તારની વૃધ્ધાઓને ફિલ્મ જોવા માટે આમંત્રિત કરી હતી.
અચાનક ફિલ્મ જોવાના મળેલા નિમંત્રણને દાદા-દાદીઓએ સહર્ષ સ્વિકારી લીધુ. આશ્ચર્ય પમાડે તેવી વાત એ હતી કે, થિયેટરમાં ફિલ્મ જોઈને વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી કરવાની છે તેવી વાત સમગ્ર વિસ્તારના સિનીયર સિટીઝન્સમાં વાયુ વેગે ફેલાઈ અને તેના પરિણામ સ્વરુપે 750 દાદા-દાદીઓ ફિલ્મ જોવા માટે તૈયાર થઈ ગયા.
વિલ્સન તથા તેમના મિત્રોએ એક મલ્ટી પ્લેક્સમાં બે થિયેટર બુક કરાવ્યા અને સિનીયર સિટીઝન્સ સાથે ફિલ્મ નિહાળીને વેલેન્ટાઈન્સ ડેનું અનોખુ સેલિબ્રેશન કર્યું. સાથોસાથ તેઓએ કેક કાપીને એકબીજાનું મોઢુ મીઠુ કરાવ્યુ અને વડિલોને ગુલાબ આપીને તેઓના આશિર્વાદ મેળવ્યા.
વિલ્સન કહે છે કે, વૃધ્ધ દાદા-દાદીઓ સાથે ફિલ્મ જોઈને વેલેન્ટાઈન્સ ડે ઉજવવાનો તેમને વિચાર ખરેખર નોંધનીય રહ્યો. આ સેલિબ્રેશન પછી વડિલોના ચહેરા ઉપર આનંદની લાગણી છવાઈ હતી. જે જોઈને ખરેખર સંતોષ થયો.