કોરોના ની સ્થિતિ વચ્ચે દેશભરમાં NGO અને સેવાભાવી કાર્યકરો નું યોગદાન નોંધપાત્ર રહ્યું છે, ત્યારે ગુજરાત માં પણ લોકડાઉન ના પહેલા દિવસ થીજ NGOએ પોતાનું સેવાકાર્ય ચાલુ કરી દીધું છે વડોદરા ની વાત કરવામાં આવે તો અહીં અનેક સેવાભાવી સંસ્થાઓ અને કાર્યકરો રાજકીય નેતાઓ વગેરે મેદાન માં આવ્યા છે અને સેવા કરી રહ્યા છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ નિર્મલા ફાઉન્ડેશન આવા લોકોની મદદે આગળ આવ્યું છે અને શહેરના સ્લમ વિસ્તારોમાં જરૂરિયાત ની ચીજવસ્તુઓ ની કીટો સાથે નાસ્તા ની જમવાની સુવિધાઓ પણ પૂરી પાડી રહ્યું છેઆ સમગ્ર સેવાઓ જ્યોતિબેનના માર્ગદર્શન હેઠળ પૂરી પાડવામાં આવી રહી છે જેઓ પોતે ખડેપગે સવાર થી જ સેવાકાર્ય માં લાગી જાય છે
વડોદરા ના અન્ય ગ્રુપ વાઘેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકીય અગ્રણી ધરમેન્દ્રસિંહ વાઘેલા ની અધ્યક્ષતામાં વડોદરા જીલ્લા તથા વડોદરા શહેરમાં સ્લમ વિસ્તારોમાં અનાજની કિટોનુ તથા શાકભાજીનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા જ્યારથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારથી આ સેવાઓશરૂ કરવામાં આવી છે અને જ્યાર સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી આ સેવા ચાલુ રાખવામાં આવનાર છે આ સેવામાં મહાકાલ સેના તથા શક્તિ સેનાના યુવાનો સેવા પૂરી પાડી રહ્યા છે અને સ્લમ વિસ્તારોમાં જરુરિયાતમંદોને આ અનાજની તથા શાકભાજી ની કીટો ઉપરાંત હેન્ડ સેનેટાઇઝર તથા માસ્કનુ પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
વડોદરા શહેરના સુભાનપુરા વોર્ડ નં -૯ ના કાઉન્સિલર એવા રાજેશ આયરે, શ્રીમતી પૂર્ણિમાબેન આયરે તથા શ્રીમતી હેમલતાબેન ગોર અને સમગ્ર આયરે પરિવાર દ્વારા જ્યાંથી લોકડાઉન જાહેર કરાયું છે ત્યારથી દરરોજ આ સમગ્ર વિસ્તારોમાં તથા આસપાસના વિસ્તારોમાં પણ ચાર હજાર જેટલી શાકભાજીના કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે જરુરિયાતમંદોને ભોજનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે સાથે સાથે રાજેશ આયરે દ્વારા સ્વખર્ચે વોર્ડ નંબર-૯માં સેનેટાઇઝેશન ની કામગીરી કરવામાં આવી રહી છે. આમ શહેર માં ઠેરઠેર અનેક દેવભાવી સંસ્થાઓ અને કાર્યકરો દ્વારા સેવાકીય પ્રવૃતિઓ ચાલી રહી છે.