નોવેલ કોરોના (COVID 19) થી આજે વિશ્વના 186 દેશોમાં ખુવારી થઇ છે. આપણા ભારતમાં પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતમાં એકવીસ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે જેથી લોકો કોરોનાને કારણે સંક્રમિત ન થાય પરંતુ સાથે સાથે લોકડાઉન સમયે ઇમરજન્સી સેવાઓમાં વડોદરા શહેરના મોટાભાગના પેટ્રોલ પંપો પર તથા શહેરમાં વાહનોના ટાયર પંક્ચરની દુકાનોને બંધ કરાવવામાં આવી છે જેને કારણે એમ્બ્યુલન્સ, પોલીસ/ટ્રાફિક પોલીસના વાહનો, ફાયરબ્રિગેડના તથા મિડિયા કર્મીઓના વાહનો, સફાઇકર્મીઓ ના વાહનો જો પંક્ચર થાય કે ટાયરમા હવા ઓછી હોય ત્યારે એકતરફ આકરી ગરમીમાં તથા મોટાભાગના ટાયર પંક્ચરની દુકાનો તથા પેટ્રોલપંપો પર નાયરની દુકાનો બંધ હોવાથી પરેશાની ઉઠાવી રહ્યા છે. પંક્ચર તથા પેટ્રોલપંપો પર હવાની સેવાઓએ પણ ઇમરજન્સી સેવાઓમાં આવરી લઇને સરકારે હાલના સમય સંજોગોમાં ચાલુ રાખવી જોઈએ ત્યારે અમારા ન્યૂઝ ચેનલના સંવાદદાતાએ વડોદરા શહેરના વિવિધ પેટ્રોલપંપો તથા પંક્ચરની દુકાનોનો ગ્રાઉન્ડ રિપોર્ટ જાણ્યો હતો.