વલસાડ ના અતુલ ગ્રામપંચાયતમાં લાકડાનું મશીન ગૂમ થઈ જવાના પ્રકરણમાં ભારે હોબાળો થયો હતો.
અતુલ ગ્રામપંચાયત માં કોરોના કાળમાં લાકડા કાપવાનું મશીન ગાયબ થઇ ગયું હોવા મુદ્દે હવે આ મામલો બહાર આવતા આ મુદ્દે ભારે હોબાળો થયો હતો.
આ અંગે ગ્રામપંચાયત ના સરપંચ,ડેપ્યુટી સરપંચ અને તલાટીને સભ્યો દ્વારા સવાલ કરાતા તલાટી એ ટોપલો બીજા પર ઢોળ્યો હતો પણ મશીન ક્યાં ગયું તે અંગે કોઈ ફોડ પાડી શકાયો ન હતો.
અતુલ ગ્રામપંચાયત નું મશીન આખરે ગયું ક્યાં ❓તે મુદ્દો ભારે ગાજયો છે
અને હવેતો ગ્રામપંચાયત નું મશીન હતું કે નહીં એ એક તપાસ નો વિષય બન્યો છે.
હાલમાં અતુલ ગ્રામપંચાયત ની નવી બોડી એ મશીન અંગે સવાલો ઉઠાવ્યા છે અને મશીન ગૂમ થયું કે હતું જ નહીં તે મામલે પ્રકાશ પાડવા માંગ ઉઠાવી છે.