અમદાવાદ ખાતે સિંધી સમાજ ના ઈષ્ટ દેવ ભગવાન ઝુલેલાલ ના જન્મૌત્સ્વ નિમિતે નિક્ડેલ શોભા યાત્રા મા જયોત સાથે અભદ્ર વર્તન કરનાર પોલીસ અધિકારી સામે શિક્ષાત્મક પગલા ની માંગ સાથે વલસાડ સિંધી સમાજ દ્વારા બાઈક રેલી યોજી ઘટના ના વિરોધ માં વલસાડ ડી.એસ.પી ને આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું અને આ અધિકારી પાર તાત્કાલિક ધોરણે પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી. સીંધી સમાજ દ્વારા તેમના ઇષ્ટ દેવ ભાવાન ઝુલેલાલની પવિત્ર જ્યોત સાથે અભદ્ર વર્તનને સખ્ત શબ્દોમાં વખોડી નાંખવામાં આવ્યું હતું અને આ પ્રકારની ઘટનાથી ધાર્મિક ભક્તોનાં દિમાગમાં સરકાર વિરૂધ્ધનો વિચાર જન્મે છે. અને તેનાથી સમગ્ર સમાજમાં અસંતોષ જન્મે છે.