વલસાડ તાલુકામાં માનવભક્ષી દીપડાએ 17 કલાકમાં 4 લોકો પર હુમલો કર્યો અને 6 કલાક ની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો પેહલા વેલવાચ ગામમાં બે મહિલા પર હુમલો કર્યા બાદ કચીગામ ખાતે એક ઘરમાં દીપડો ધુશ્યો હતો 31 વર્ષીય બીમાર દીકરા ઉપર દીપડાએ હુમલો કરતા તેના પિતાએ દીપડો સાથે બાથ ભીડી દીપડાને રૂમમાં પૂર્યો હતો અને ઘરમાં એક બાળકી સહિત પરિવારના 5 સભ્યોનો બચાવ થયો હતો..
વલસાડના કચિગામ ખાતે વેહલી સવારે કિશોર ભાઈ ઠાકોર ના ઘરે દીપડો પાછલા દરવાજા થી ઘૂસ્યો અને હિંસક હુમલો કર્યો 31 વર્સીય પુત્ર પર હુમલો કર્યા બાદ પિતાએ દીપડા સાથે બાથ ભીડી રૂમ માં બંધ કરી દીધો દીપડાને અને ઇજાગ્રસ્ત હાલતમાં બહાર આવીને બુમાબુમ કરતા સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં ખસેડયા હતા ..ઘટનાની જાણ વલસાડ વન વિભાગની ટીમને જાણ થતાં વન વિભાગની ટીમે વેટનરી તબીબની મદદ લઈને દીપડાનું રેસ્ક્યુ કરવાની કવાયત હાથ ધરી હતી…
ગતરોજ વલસાડ ના વેલવાચ ગામે બે મહિલા પર દીપડા એ હુમલો હતો હુમલા બાદ દીપડો ભાગી જતા ગામ લોકો એ દીપડાનો વિડિઓ ઉતારી વાઇરલ કર્યો હતો…વેલવાચ ની ઘટના બાદ સવારે વલસાડ તાલુકાના કચીગામના પટેલ ફળિયામાં રહેતા વીજ કંપનીના નિવૃત કર્મચારી કિશોરભાઈ ડાહ્યાભાઈ ઠાકોરના ઘરમાં વહેલી સવારે દીપડો આવી પહોંચ્યો હતો. દીપડો ઘરના પાછળના રૂમમાં કિશોરભાઈના 31 વર્ષીય બીમાર દીકરા કેયુરના રૂમમાં આવી પહોંચ્યો હતો. જેની જાણ કિશોરભાઈને અવાજ આવતા તાત્કાલિક કેયુરના રૂમમાં આવી પહોંચ્યા હતા. અને દીકરા કેયુર ઉપર હુમલો કરનારા દીપડો સાથે બાથ ભીડી હતી. અને દીપડાને ધક્કો મારીને બેડરૂમમાં પુરી દીધો હતો.
સમગ્ર ઘટના ની જાણ વન વિભાગની ટીમ ને થતા વન વિભાગની 3 જેટલી ટિમો સાથે પશુ ચિકિત્સક ટીમની મદદ લઈને દીપડાને ટ્રેનગ્યુંલાઈઝ ગન વડે શૂટ કરી દીપડાને બેભાન કરવામાંની કોશિશ કરાઇ હતી પરંતુ દીપડો બેહોશ ન થતા ઘરમાં પાંજરું મૂકી નેટ બાંધી ને દીપડાને પાંજરે પૂર્વમાં આવ્યો હતો.વન વિભાગ અને પશુ ચિકિત્સકની ટીમે 7 કલાકની ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પુરવામાં આવ્યો હતો.