પારડી નગરમાં આજરોજ ભારત રત્ન મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ અને સપોર્ટ કોમ્પ્લેક્સ નું ઉદ્દઘાટન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ તળાવ અને શિવાજી મહારાજ ના કિલ્લા ના રીનોવેશન કામગીરી નું ખાતમુહૂર્ત સહીત કુલ 12.50 કરોડ ના ખર્ચે પારડી નગર ના વિકાસ ના કામો નું ઉદ્દઘાટન પ્રસંગે આવેલ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ કોંગ્રેસ ના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કાર્ય હતા. દેશ ના વડાપ્રધાને મોદીજી એ નોટબંધી કરી છે, ત્યારે આપણા ગુજરાત માં સંપૂર્ણ દારૂબંધી કરીએ। જૂની કરન્સી નોટ નું સર્જીકલ સ્ટ્રાઇક થી કોંગ્રેસ તેમજ અન્ય પક્ષ એક માસ થી સાંસદ સૂત્ર ચલાવવા નથી દેતા અને કાયમ હોબાળો મચાવનાર કોંગ્રેસ ને પ્રજા એ જાકારો આપી નોટબંધી નિર્ણય ને આવકાર્યો છે. જે દેશભર માં થઇ રહેલ સ્વરાજ સંસ્થાની ચૂંટણી માં ભાજપ ને સંપૂર્ણ બહુમતી થી વિજય મેળવી લોકો એ મોદી ની સરકાર ને સહકાર આપ્યો છે. ગુજરાત ના અગાઉ ના મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા ત્યારબાદ વર્તમાન આપણાજ ગુજરાત ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત નું નામ આગળ ધપાવી રહ્યા છે. ભારત પાકિસ્તાન સીમા પર ચાલી રહેલ આતંકવાદી ઓને ગોળી નો જવાબ ગોળા થી આપવામાં આવશે અને કાળા નાણાં મુક્ત કરી ભારત ને ભ્રષ્ટાચાર થી મુક્ત કરીએ। આ કાર્યક્રમ પ્રસંગે કારોબારી અધ્યક્ષ દેવેન શાહે મહેમાનો નું શબ્દો થી સ્વાગત તેમજ પારડી માં થઇ રહેલ વિકાસ ની ગાથા ની રૂપરેખા આપી હતી. તેમજ આજ ના પ્રસંગે પારડી ના સ્વાધ્યાય મંડળ ના ડો. પી.વી. ઠોસાર નું સન્માન તેમજ કેશલેસ જનજાગૃતિ અભ્યાન અંગે પારડી ની સેવાભાવી મહિલા દીપ્તિ ભંડારી અને જીતેન પટેલ ને સન્માન પાત્ર થી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ ના કલેક્ટર રેમ્યા મોહન, પ્રાંત અધિકારી વી.પી. મચ્છર, પાલિકા પ્રમુખ રતનબેન પટેલ, ઉપપ્રમુખ રાજન ભટ્ટ, દેવેન શાહ, નિલેશ પટેલ, અલી અન્સારી, અનિતા પટેલ, તેમજ ખાસ કરી ને પારડી ના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ અને સંસદ ડો. કે.સી. પટેલ નો વિકાસ ના કામો માટે નો સિંહફાળો રહ્યો હતો. અંત માં આભારવિધિ રાજન ભટ્ટે કરી હતી. કાર્યક્રમ નું સફળ માર્ગદર્શન ઇન્ચાર્જ ચીફ ઓફિસર કમલેશ પટેલ નો સહકાર રહ્યો હતો. અને પોલીસે ખાડે પગે સેવા બજાવી હતી. પત્રકારો ના સવાલો ના જવાબ માં મુખ્યમંત્રી એ રાહુલ ગાંધી ના આક્ષેપો ને બલીસ ગણાવ્યા હતા.