નાનાપોંઢા પોલીસ જ્યારે ઓઝર ચેકપોસ્ટ પાસે રાત્રી દરમિયાન વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે, વાપી રોડ તરફથી પેશન પ્રો મોટર સાયકલ નંબર GJ15, AQ4613 આવી રહી હતી, જેને સ્થાનિક પોલીસે લાકડી વડે ઈશારો કરી પેશન પ્રો બાઈક રસ્તાની સાઇડમાં ઉભી રાખવાનો ઈશારો કરવામાં આવ્યો હતો, જે બાદ બાઈક ઉપર તપાસ કરતા કાપડની બેગમાં એક બિયરની ટીન મળી આવી હતી, જેઓને પૂછપરછ કરતા તેમણે પોતાનું નામ મુકેશભાઈ દિપકભાઈ ચૌધરી અને રણજીતભાઈ સામજીભાઈ વળવી, બંન્ને રહેવાસી.ઓઝર, રાય ફળીયા, તા.કપરાડા, જી.વલસાડ જણાવ્યું હતું.
નોંધનીય છેકે, 1 બિયર ટીન જેની કિંમત 100/- રૂપિયા અને પેશન પ્રો બાઈક જેની કિંમત 20,000/- રૂપિયા, મળી કુલ મુદ્દામાલ કિંમત 20,100/- રૂપિયાનો કબ્જો લઈ તેમની સામે નાનાપોંઢા પોલીસે પ્રોહી એકટ કલમ ૬૫ એએ, ૮૧, ૯૮(૨) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.