વલસાડ જિલ્લામાં આદિવાસી સમાજમાં લગ્ન કર્યા વગરજ દંપતીઓ લિવ-ઇન-રિલેશનશિપમાં સાથે જિંદગી વિતાવતા હોવાના અનેક કિસ્સાઓ વચ્ચે કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે આગામી તા. 9મી મે ના રોજ થનારા લગ્નમાં વરરાજા એક જ મંડપમાં, એક જ દિવસે અને સમયે એક સાથે બે કન્યાઓ સાથે લગ્નગ્રંથિથી જોડાશે.
એક વરરાજા બે યુવતીઓ સાથે લગ્ન કરવાની કંકોત્રી પણ છપાઈ ગઈ છે અને વાયરલ થઈ છે.
જોકે,નાનાપોંઢા ગામનો પ્રકાશ ગાવિત આમતો છેલ્લા 10 કરતા વધુ વર્ષથી નાનાપોંઢાની નયના અને નાની વહિયાળની કુસુમ સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ સાથે જ રહે છે, નયના અને કુસુમ આટલા વર્ષોથી પ્રકાશના ઘરે પત્નીની જેમ જ રહેછે. આદિવાસી સમાજમાં સામાન્ય રીતે યુવક યુવતીઓ લાંબો સમય સાથે રહ્યાં બાદ જ્યારે આર્થિક સગવડ થાય ત્યારેજ લગ્ન કરે છે
વર્ષોથી આદિવાસી સમાજમાં યુવક-યુવતીઓ લિવ-ઇન-રિલેશનશિપમાં રહ્યાં બાદ બંને લગ્ન કરવાનો નિર્ણય કરે છે, કપરાડાના નાનાપોંઢામાં 9 મેએ અનોખા લગ્ન થવા જઇ રહ્યા છે, જેમાં એક લગ્ન મંડપમાં વરરાજા એકી સાથે બે દુલ્હન સાથે લગ્ન કરશે.
બે વર્ષ પહેલાં વાપીની કંપનીમાં કામ કરતાં યુવાનના દહાણુ-બોરડી ખાતે એક જ લગ્ન મંડપમાં વરરાજાએ બે કન્યાઓ સાથે લગ્ન કર્યા હતા જે બાદ હવે નાનાપોંઢામાં પણ એક જ લગ્ન મંડપમાં વરરાજા બે કન્યાઓ સાથે લગ્ન કરશે.
ઘણા કિસ્સામાં આદિવાસી સમાજમાં લગ્ન કર્યા વિના જ પતિ-પત્ની તરીકે સાથે રહે છે. બાળક થયા બાદ લગ્ન કરાતાં હોય છે. સમુહ લગ્નમાં પણ બાળકોના માતા-પિતા લગ્ન કરતાં હોય છે. બાળકોને સાથે રાખીને સમુહ લગ્નમાં ફેરા લેતાં હોવાના અનેક કિસ્સાઓ અત્યારસુધી બન્યા છે.
આમ અહીં લગ્ન મંડપમાં બે કન્યા સાથે એક વરરાજા લગ્ન કરશે.
Wednesday, May 15