કપરાડાના માંડવા ગામે ક્વોરીનો વિવાદ વકરી રહ્યો છે અને પહેલા ક્વોરીનો વિરોધ અને હવે કવોરી ચાલુ કરવા સંચાલકની તરફેણ કરવાની વાત વચ્ચે એક મોટો રાજકારણી ઇન્વોલ હોવાની વાત ભારે ચર્ચાસ્પદ બની છે.
કપરાડાના આ મોટા નેતા હવે બધું સેટ કરીને ફરીવાર ગ્રામસભા બોલાવવા ભારે ઉતાવળા બન્યા છે.
માંડવા ગામે ખાતા નંબર 826 અને સરવે નં-1547 ઉપર જ્યારે શરૂઆતમાં કવોરી બનાવવા મામલે વિરોધ થયો હતો અને ઉપરા ઉપરી બે ગ્રામસભા મળી અને સર્વાનુમતે કવોરી ચાલુ નહિ થવા દેવા ઠરાવ થયો તે વખતેતો ક્વોરીના કર્સર મશીનથી ઉડતી રજને લઈ આજુબાજુ ની ખેતીવાડીને નુકશાન થવાની વકી તેમજ ખેડૂતોને થનારા નુકશાન તેમજ સ્કૂલના બાળકોના સ્વાસ્થ સાથે ચેડાં અને નર્સરીના કામદારો,મંદિરે દર્શન કરવા આવનાર ભવિકોના સ્વાસ્થનો સવાલ
આગળ કરી ક્વોરીનો જબરદસ્ત વિરોધ થયો હતો પણ અચાનક એવું તે શું થયું કે હવે ગ્રામસભા યોજી કવોરી ચાલુ કરવા મામલે રાજીપો કરી લેવા ચોક્કસ લોકો ઉતાવળા બન્યા છે આ મુદ્દો ચર્ચાનો વિષય છે કેટલાકનું કહેવું છે કે ગ્રામસભા યોજવા પાછળનું પ્રાયોજન આજ છે.
હવે નવા આવેલ ટીડીઓ શુ ફરી ગ્રામ યોજશે કે કેમ?
વાત હવે ક્વોરી સંચાલકો ને બાંહેધરી આપી દીધી હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને ગ્રામ સભા બોલાવો હવે કોઈ વિરોધ નહી થાય તેવી વાત ચર્ચાઈ રહી છે.
હવે મુદ્દાની વાત જે રીતે લોકમુખે ચર્ચાઈ રહી છે તેમાં શું માત્ર ગાંધી છાપ માટે અને પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપિત કરવાજ ગામ લોકોને હાથો બનાવવામાં આવ્યા હતા?
શુ આ માટે નેતાના પરિવારજનોને આગળ કરી મહિલાઓનું ટોળું ભેગું કરી વિરોધ કરાવ્યો હતો? ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આગામી સભામાં માહિલાઓ અને ગ્રામજનો વિરોધ કરશે કે કેમ?
આમ,માંડવામાં કવોરી પ્રોજેકટ મામલો હવે બરાબરનો ગુંચવાયો છે ‘મતલબ સાપે છછૂંદર ગળી લીધું છે!!’
હવેતો તેનું લાઈવ પરિણામ ગ્રામસભામાં જ જોવા મળશે અને આખો મામલો સ્પષ્ટ થઈ જશે (ક્રમશ:)