નેશનલ હાઈવે નંબર 848 કપરાડા કુંભઘાટ પાસે નાસિક થી બરોડા તરફ જઈ રહેલું એક કન્ટેનર નંબર MH20, DE5921 ઘાટ રોડ ઉપર ચડી રહ્યું હતું, ત્યારે ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા ઘાટ ઉપર થી રિવર્સમાં કન્ટેનર દોઢ કિલોમીટર સુધી પાછળ આવ્યું, અને ડિવાઈડર પર ચડી પાછળના બે ટાયર ડિવાઈડર ની વચોવચ ફસાયા હતા, જોકે સદનસીબે આ ઘટના બની ત્યારે આ કન્ટેનર ની પાછળ કોઈ બાઇક ચાલક ન હોવાથી મોટી હોનારત થતા ટળી ગઈ હતી.
કપરાડા તાલુકાના કુંભઘાટમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે, અહીં આગળ સર્પાકાર રોડ ઉપર ઘાટ હોવાને કારણે અનેક વાહનો પલટી જવાની ઘટનાઓ રોજ-બરોજ બનતી રહે છે, ત્યારે આજે માંડવા બારી નજીક ઘાટ રોડ ઉપર ચડી રહેલી એક કન્ટેનર અડધો ઘાટ ચઢ્યા બાદ પાછળ રિવર્સ આવી ડિવાઈડર ઉપર પાછળના બે વીલ ચડી ગયા હતા, જેને લઇને અકસ્માત સર્જાયો હતો, જોકે આ ઘટના બની ત્યારે આ કન્ટેનર ની પાછળ કોઈ બાઇક ચાલક કે અન્ય વાહન ન હોવાથી અહીં આગળ મોટી ઘટના ઘટતા રહી, આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ બની ન હતી, પરંતુ રિવર્સ આવી ડિવાઈડર પર ચડી ગયેલું કન્ટેનર જોતા માર્ગ માંથી પસાર થનારા અનેક લોકો આ વાહનને જોઈ કોઈ મોટી ઘટના બની હોવાનો અંદાજ આખી રહ્યા હતા, જોકે બાદમાં સ્થાનિકોની મદદ વડે ક્રેન મંગાવી કન્ટેનરની હેમખેમ રીતે બહાર કાઢવામાં આવ્યું હતું.