કપરાડા તાલુકાના ઘાડવી ગામે પીકઅપના ચાલકે બાઈક ચાલકને ટક્કર મારી ઇજા પોહચાડી ફરાર થઇ જતા, ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સેલવાસ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો, જયારે પીકઅપના ચાલક ફરાર થઇ જતા ભોગ બનેલા બાઈક ચાલક યુવકે નાનાપોઢા પોલીસ મથકમાં પીકઅપ ચાલાક સામે કાર્યવાહી કરવા માટે એન સી નોંધાવી છે.
ભાઠેરી મૂલગામ ફળીયામાં રહેતા પિન્ટુભાઈ રમણભાઈ દળવી, જેઓ ગત તારીખ 31-03-2021 ના રોજ પોતાની મોટર સાયકલ પર ભાઠેરી થી ઘાડવી ગ્રામ પંચાયત તરફ આવતા હતા, ત્યારે પીકઅપ વાન લઇને આવી રહેલા દેવુંભાઈ લક્ષ્મણભાઈ કાનાત, રહે. ટુકવાડા, લાકડમાળ ફળીયા ખાતે બાઈક ચાલાકને ટક્કર મારતા, બાઈક ઉપર આવી રહેલા પિન્ટુભાઈ દળવી ને પગના ભાગે ગંભીર ઈજાઓ પોહચી હતી, જયારે પીકઅપ ચાલાક પીકઅપ લઇ ત્યાંથી ફરાર થઇ જતા, ત્યાં ઉભેલા ચંદરભાઈ દેવુંભાઈ સ્થળ ઉપર આવી ને 108 એબબ્યુલન્સ ને ફોન કરતા, ઈજાગ્રસ્ત પિન્ટુભાઈ ને સારવાર માટે સેલવાસની કોટેજ હોસ્પિટલમાં ખસેવામાં આવ્યા હતા, જ્યાં તેને પગના ભાગે ઈજાની સારવાર શરૂ કરવામાં આવી હતી, જોકે ટક્કર મારી ભાગી જનારા પીકઅપ ચાલાક સામે કાયદાકીય પગલાં ભરવાની માંગ સાથે, આજે ઈજાગ્રસ્ત યુવકે આજે નાનાપોઢા પોલીસ મથકમાં એન સી નોંધાવી છે.