કપરાડા તાલુકાના સિલધા ગામે સિલધા પ્રીમિયમ લિંગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિલધા ગામમાંથી 10 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલ મેચ સુપર કિંગ અને રોયલ વોરિયનશ વચ્ચે રમાઈ હતી, જેમાં સુપર કિંગ પ્રથમ બેટિંગ કરી 6 ઓવરમાં 59 રન બનાવ્યા હતા અને રોયલ વોરિયર્સને 60 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેમાં રોયલ વોરિયર્સ ટીમ 10 રનથી હાર થઈ હતી અને સુપર કિંગ ટીમ ફાઇનલમાં વિજતા બની હતી.
નોંધનીય છેકે, આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા પ્રથમ ટીમ સુપર કિંગને સિલધા ગામના આગેવાન અમૂલભાઈ તુંબડાના હસ્તે 6,666/- રૂપિયા રોકડ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, જ્યારે દ્વિતિય ઇનામ આશ્રમ શાળાના આચાર્ય શશીકાતભાઈ પટેલના હસ્તે 4444/- રૂપિયા અને ટ્રોફી આપવામાં આવી હતી, આ ક્રિકેટ ટુનામેટ નિહાળવા ગામના આગેવાન નરેન્દ્ર જોગરા તેમજ પત્રકાર જગદીશ બોંગે અને ક્રિકેટપ્રેમીઓને ઉપસ્થિત રહ્યા હતા.