વલસાડ જિલ્લા ના પરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારો માટે 108 એમ્બ્યુલન્સ સેવા આશીર્વાદરૂપ પુરવાર થઇ છે, તેવે સમયે લવકર 108 એમ્બ્યુલન્સ માં હોસ્પિટલમાં લઈ જવાઇ રહેલી ફળી ગામની મહિલા ની એમ્બ્યુલન્સમાં સ્થિતિ નાજુક બનતા 108 ના સ્ટાફ દ્વારા જ એમ્બ્યુલન્સ માં સફળ પ્રસૂતિ કરાવી હતી જેમાં પ્રસૂતા એ પુત્ર ને જન્મ આપ્યો હતો.વિગતો મુજબ ગત તા. 02/03/2021 ના રોજ કોલ મળતા લવકર 108 એમ્બ્યુલન્સ નો સ્ટાફ ફળી ગામે પહોંચ્યો હતો જ્યાં યોગીતાબેન અમ્રતભાઈ નામની મહિલા ને પ્રસૂતિ ની પીડા ઉપડી હોય તેઓ ચાલી શકાય તેવી સ્થિતિ માં પણ ન હતા ત્યારે 108 ના ઇએમટી મયુરીબેન અને પાયલોટ મહેશભાઈ એ પળ નો વિલંબ કર્યા વગર એમ્બ્યુલન્સ માંથી સ્ટ્રેચર લઈ દર્દીને 108 એમ્બ્યુલન્સમાં લીધા હતા અને ઇમરજન્સી માં હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં પ્રસૂતા ની સ્થિતિ નાજુક જણાતાં એમ્બ્યુલન્સ ને રોડ ઉપર સાઈડ માં પાર્ક કરી ઈએમટી મયુરીબેન અને પાયલોટ મહેશભાઈ બંને ભેગા મળીને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી.
આમ રસ્તા માં યોગીતાબેન ને સફળ ડિલિવરી થયા બાદ માતા અને પુત્ર ને સ્ટેટ હોસ્પિટલ ધરમપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં માતા અને બાળક બંને સ્વસ્થ તબીબો એ જણાવ્યું હતું અને 108 એમ્બ્યુલન્સ સ્ટાફ ની કામગીરી બિરદાવી હતી સાથેજ પ્રસૂતા ના પરિવાર માં પણ ખુશી નો માહોલ છવાયો હતો.
Thursday, May 16