વઘઇ પ્રાંત ઓફિસર જેવા જાંબાઝ અધિકારીઓ જ આવા ભાન ભૂલેલા કવોરીના માથાભારે ઇસમોને ઠેકાણે પાડી શકે તેવી વ્યાપક બનેલી લોક ચર્ચા
ચીખલી પંથકમાં બેફામ બનેલા વગદાર મનાતા કવોરીના કેટલાક ઇસમો કાયદાની ઉપરવટ જઇને પર્યાવરણની વાટ લગાવી રહ્યા છે અને જાગૃત્ત નાગરીક દ્વારા અગાઉ આ અંગે રજૂઆત પણ થઇ છે તેમજ કવોરીના કેટલાક ન્યુસન્સ અંગે બૂમરાણો ઉઠવા છતાં સ્થાનિક તંત્ર વાહકો દ્વારા કોઇ જ પગલાં ભરવામાં નહીં આવતાં કવોરી ચલાવીને મનસ્વી રીતે નિયમોના ભંગ કરી રહેલ ઇસમો હવે રીતસર છાંટકા બની ગયા છે તાજેતરમાં જ વઘઇ પ્રાંત ઓફિસરે જાતે જ સ્થળ ઉપર જઇને જે મર્દાનગીથી પર્યાવરણનો ખો વાળી રહેલા કવોરી ચલાવતા ઇસમોને ઠેકાણે પાડીને કાયદાનું ભાન કરાવ્યું છે તે ખરેખર સરાહનીય પગલુ છે કુકડનખી અને બારખાદીયા ગામે પોતાની ધાક ઉભી કરનારા આવા પ્રમાણીક ઓફિસરે જે કરી બતાવ્યું છે તે બધી જગ્યાએ શકય નહીં હોવાનું હવે સાબિત થઇ રહ્યું છે.
ચીખલીમાં મોટાપાયે કવોરીઓ ધમધમી રહી છે અને આવી કવોરીઓ સામે અનેક ફરીયાદો ઉઠવા પામી છે પરંતુ સ્થાનિક તંત્ર વાહકો કોઇ અકળ કારણોસર ચૂપ થઇ જતા સ્થાનિક જનતાનું કોઇ બેલી જણાતું નથી વગદાર લોકોનો અહીં ખૂબ જ મોટો પ્રભાવ હોવાનું જણાઇ રહ્યું છે અને તેથી જ કવોરી પ્રકરણમાં તપાસ નહીં થતી હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં આ પ્રકરણ વધુ વિવાદ ઉભો કરે તેવી સંભાવના જણાઇ રહી છે.