કવોરીનાં ‘વગદારો’ ની ‘જી’ હજુરી કરતું તંત્ર તંબુરો વગાડે છે!
ડાંગના કુકડનખી અને બારખાદીયામાં પણ રાજકીય વગ ધરાવતા ઇસમો ફાટીને ધૂમાડે ગયા હતા પરંતુ પ્રાંત અધિકારીએ તમામની ‘હવા’ કાઢી નાખી તંત્રની તાકાતનો પરચો બતાવ્યો છે
ચીખલી પંથકમાં પર્યાવરણનું નખ્ખોદ વાળવા બેઠેલા કવોરી વાળા વગદાર ઇસમો હવે બેફામ બન્યા છે અને તંત્ર આવા લોકોની રીતસરનું જી હજુરી કરતું હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે અગાઉ પણ અખબારી અહેવાલોએ કવોરીના પર્યાવરણને લાગે વળગે છે તે ન્યુઝ પણ ફરીયાદોના આધારે પ્રસિધ્ધ આટલું જ નહીં પરંતુ અન્ય કેટલીક ગેરરીતી કરાતી હોવાની ચર્ચાઓ પણ વ્યાપક બની છે ત્યારે તંત્ર વાહકો દ્વારા કોઇ જાતના પગલા નહીં ભરાતા અથવા પ્રેસને કોઇ તે અંગેનું અપડેટ નહીં અપાતા તંત્રની ભૂમિકા સામે સવાલો ઉઠી રહ્યા છે લોકશાહી દેશમાં પોતાની મરજી મુજબ તંત્ર ચલાવવા નીકળી પડેલા જવાબદારો સામે ઉપલા લેવલથી જવાબ માંગવામાં આવે તે જરૂરી થઇ પડ્યું છે કવોરીવાળાઓ પણ હવે ખુલ્લા પડી રહ્યા છે અને તેઓ સામે તંત્રની કૂણી લાગણી હવે તેમની હીંમત વધારી દિધી હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.
ચીખલીમાં ધમધમતા આ ધંધા સામે હવે લોકોમાં કોઇ પગલાં નહી ભરાતા આશ્ચર્ય ફેલાઇ રહ્યું છે અને આ આખા પ્રકરણમાં કોઇ મોટા રાજકારણીની સીધી સંડોવણી હોવાની વાત ચર્ચાનાં એરણ ઉપર રહી છે ત્યારે આ રાજકારણી કોણ છે અને કવોરીવાળા કોના ઇશારે કૂદી રહ્યા છે તે વાત જાણવા જાહેર જનતા જનાદર્નમાં ઉત્સુકતા જન્મી રહી છે કારણ કે આવડા મોટા ધંધામાં રહેલી કમાણીમાં કઇ કેટલાય વગદારો કૂદી પડ્યા હોવાની પણ ચર્ચા ઉઠવા પામી છે ત્યારે કોણ-કોણ છે આ વગદારો અને કોણ કરી રહ્યું છે નિયમોનો ભંગ તે વાત હવે થોડા સમયમાં જ બહાર આવી શકે તેમ મનાઇ રહ્યું છે અને તેમાં સામેલ તમામના નકાબ પરનો પરદો હઠતાં સાચી જનતા ઇચ્છી રહી છે.