વલસાડ: વલસાડ ની સેન્ટ જાસેફ હાઇસ્કુલ માં ગુંડા રાજ છેલ્લા કેટલાય વર્ષો થી વિવાદાસ્પદ બની ગયેલી કોનવેન્ટ માં સંસ્કારી લોકો પોતાના બાળકો ને અભ્યાસ કરવાથી દુર ભાગી રહ્યા હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે ઃ તંત્ર દ્રારા તપાસ નો વિષય બનેલી વલસાડની કોનવેન્ટ સ્કુલ.વલસાડ ની સેન્ટ જાસેફ(કોન્વેન્ટ)હાઇસ્કુલ માં વાલીઓ વચ્ચે છુટા હાથ ની મારામારી ના દ્રશ્યો સર્જાયા વલસાડ શહેરમાં છેલ્લા ઘણા સમય થી વિવાદ નો પર્યાય બની ગયેલી સેંન્ટ જાસેફ સ્કુલ અર્થાત કોન્વેન્ટ સ્કુલના નામથી જાણીતી અંગ્રેજી માધ્યમ ની સ્કુલ માં મંગળવારે આજે બપોરના અરસામાં સ્કુલ બહારના તત્વો વચ્ચે સ્કુલ ની વિધાર્થીની મુદ્ે છુટ્ટા હાથે મારામારી થતા ભારે નાસ ભાગ મચી ગઇ હતી. અને છોકરી ના પીતા અને તેના ભાઇ એ સાથે મળી ને છોકરી સાથે વાત કરનાર ભુતપુર્વ વિધાર્થી ને જાહેરમાં ધોલાઇ કરી નાખી માથા માં ઇજા કરી લોહીલુહાણ કરી નાખતાં યુ.પી. જેવા દ્રશ્યો સર્જાયા હતા. કેવાય છે કે આ સ્કુલમાં અભ્યાસ કરતી એક સ્કુલ ગર્લ ને કોઇ વિધાર્થી સાથે ચકકર હોવા અંગે તેના પરીવાર ને વહેમ હતો અને ગોઠવાયેલી ફિલ્ડિંગમાં છોકરીના પિતા અને તેના ભાઇ એ વોચ ગોઠવી પોતાની છોકરી સાથે વાત કરી રહેલા સ્કુલ ના ભુતપુર્વ વિધાર્થી ને જાઇ લેતા છોકરી ના પિતા અને તેના ભાઇ એ મળીને સગીરવય ના પેલા કિશોર ને ફટકાર્યો હતો અને માર મારી અધમૂવો કરી દઇ માથુ ફાડી નાખતા લોહી નીકળતી હાલત માં કોન્વેટ સ્કુલ માં દોડતો જાઇ ને ભારે નાશભાગ મચી ગઇ હતી. આ બનાવ સ્કુલની પ્રિન્સીપાલ ઓફીસ નજીક જ બન્યો હોઇ સ્કુલ સામે સવાલો ઉઠવા પામ્યા છે. અર્ો ઉલ્લેખનીય છે કે કોન્વેન્ટ સ્કુલમાં કયાંક ને કયાંક મીસ્ટેક છે અને વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ વચ્ચે પણ સ્કુલ બહાર કેટલીક વખત ફ્રેન્ડ સર્કલ અંગે વાતો ઉઠે છે. તેમજ મેનેજમેન્ટ અને વાલીઓ વચ્ચે પણ ઘણી વખત વિવાદો ઉઠવા પામ્યા છે. તેમજ આ સ્કુલ વિવાદનો પર્યાય બની ગઉ છે. અને સભ્ય લોકો ધીરેધીરે દુર થઇ રહ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે આજના બનાવને પગલે કોન્વેન્ટ સ્કુલ ફરી એક વખત ચર્ચામાં આવી ગઇ છે. આ સ્કુલમાં એડમિશન મામલે પણ સવાલો ઉઠતા રહ્યા છે.
રિપોર્ટ :- અબ્દુલકાદર હાસમાની