ધરમપુરની વનરાજ કોલેજ ખાતે ‘તમાકુ અને કેન્સકર’ વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતેની વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એન.એસ.એસ. વિભાગના ઉપક્રમે ‘તમાકુ અને કેન્સર’ વિષય ઉપર યોજાયેલા વ્યાખ્યાનમાં સિવિલ હોસ્પિટલ, વલસાડના ડીન ડૉ.જનક પારેખે કોલેજીયનોને તંદુરસ્ત જીવન જીવવા માટે તમાકુ અને પાનમસાલાથી દૂર રહેવાની હાકલ કરી યુવાશક્તિનો ઉર્જાસ્ત્રોતનો ઉપયોગ કરી રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં કેન્સરનો વ્યા્પ વધી રહ્યો છે. વિશ્વમાં દર વર્ષે ૨૫ થી ૩૦ લાખ લોકો કેન્સરથી મૃત્યુ પામે છે. તેમાં ભારતમાં ૮ થી ૯ લાખ લોકો મૃત્યુ પામે છે. ભારતમાં દર વર્ષે કેન્સરના ૬ લાખ નવા દર્દીઓ નોંધાય છે, જે પૈકી ૪૦ ટકા ઉપરાંત કિસ્સામાં તમાકુ કારણભૂત ગણાય છે. તેમાં મુખ્યાત્વે મોં, ગળા, જીભ, સ્વારપેટી, ફેફસાં, અન્નનળી, તથા મૂત્રાશયનું કેન્સર હોય છે. ધૂમ્રપાનને કારણે ગર્ભાશય ગ્રીવાનું કેન્સર પણ વધારે પ્રમાણમાં થાય છે. તમાકુ ઉપરાંત પાનમસાલાના કારણે જનીની વિકૃતિઓ પણ થાય છે. ધૂમ્રપાન ઘટાડવાની ઝુંબેશને કારણે પヘમિના દેશોમાં ફેફસાનાં કેન્સરની બીમારી અને તેનાથી થતા મૃત્ય નો દર ઘટયો છે. ધૂમ્રપાન કરતા પુરુષની પત્ની કે ધૂમ્રપાન કરતા કર્મચારીથી તેમની સાથેની વ્યક્તિને અસક્રિય ધૂમ્રપાનને કારણે ફેફસાનું કેન્સર થાય છે. તેમણે બીડી, તમાકુ, ગુટકાનાં વ્યસનથી દૂર રહેવા, કેન્સરકારક રસાયણો અને વિકિરણનો સાવધાનીથી ઉપયોગ કરવા, કેન્સર સામે રક્ષણ આપે તેવા આહાર-ફળ, લીલા-પીળા શાકભાજીનું સેવન કરવા, આહારમાં ચરબીનું પ્રમાણ ઘટાડવા, રેસાવાળો આહાર લેવા, જાત તપાસમાં નિયમિત બનવા તેમજ બાળપણથી જ મેંદાવાળો આહાર ટાળવાની સાથે નાની ઉમરે લગ્નનો વિરોધ કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ.વી.ડી.પટેલે કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રો.બી.એમ.રાઠોડે કર્યું હતું. પરિચય વિધિ ડૉ.મીતા પારેખે કરી હતી. આભાર વિધિ ડૉ.શૈલેષભાઈ રાઠોડે કરી હતી. આ કાર્યક્રમમાં એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ કૉલેજના પ્રોફેસરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.