જુગાર રમવો અને રમાડવો ગુનો હોવા છતાં વલસાડ નજીક મહારાષ્ટ્રની બોર્ડર ઉપર તલાસરીમાં ખુલ્લેઆમ જુગારના અડ્ડા ચાલે છે અહીં આવેલી હોટલ ગ્રીન વ્યુ મેંગો રિસોર્ટમાં હોટલનો સંચાલક શૈલેષ તમન્ના જુગારનો અડ્ડો ચલાવી રહ્યો છે અને તેના સંબંધો કુખ્યાત માથાભારે ઈસમો સાથે છે.
આ હોટલમાં દમણ-સેલવાસ સહિત વાપીના જુગારીયાઓ અને બુટલેગરો પડ્યા પાથર્યા રહે છે.
જ્યારે તલાસરીમાં બીજો જુગારનો અડ્ડો માથાભારે ગણાતો “જીપુ દાદા”નામનો ઇસમ પણ ચલાવી રહ્યો છે.
ગ્રીન વ્યુ હોટલ મેંગોના સંચાલક શૈલેષ તમન્નાના જુગારના અડ્ડામાં ગુજરાતના બુટલેગરો હોટલ પર ધામા નાખીને બેઠા હોય છે અહીં ખુલ્લેઆમ ચાલતા જુગારના આંકડા તલાસરી પોલીસની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે.
બીજી તરફ જીપુ દાદા તરીકે ઓળખાવનાર ઇસમ તલાસરીમાં બિન્દાસ પણે જુગારના અડ્ડો ચલાવી રહ્યો છે તેની સાથે વાપીનો ભુરીયો નામનો શખ્સ પણ ભારે ચર્ચામાં આવ્યો છે, આ ભુરિયાની પણ તપાસ થવી જરૂરી છે જો ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રમાણિક પણે તપાસ થાય તો ક્રિકેટના સટ્ટા સુધીના કરોડોના નેટવર્ક અને વ્યવહારનો પર્દાફાશ થવાની શક્યતા છે.
જીપુ ખુલેઆમ વરલી મટકા જુગારના અડ્ડાઓ ચલાવી રહ્યો છે, જેમાં ગુજરાતના અનેક લોકો બિન્દાસ પણે આવે છે અને જુગાર રમે છે છતાં અહીં કોઈ પગલાં ભરવામાં આવતા નથી.
સમાજમાંથી જુગારની બદી દૂર કરવા પોલીસતંત્રની જુગારીઓ પર તેમજ જુગારના અડ્ડા ચલાવનારા પર ધાક બેસે તે જરૂરી છે પણ અહીં જે રીતે બિન્દાસ જુગાર રમાઈ રહ્યો છે તે જોતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહયા છે અને શા માટે પોલીસ દાખલારૃપ અણીશુદ્ધ કડક કામગીરી કરતી નથી? તેવા લોકોમાં સવાલ ઉઠવા પામ્યા છે.
આ જુગારના અડ્ડા કોની મહેરબાનીથી ચાલે છે?તેમાં કોણ કોણ હપ્તા લે છે?વગરે મુદ્દા ઉપરી અધિકારીઓ માટે તપાસનો વિષય છે.