વલસાડ મા વહેલી સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા સર્વત્ર જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ હતી પરિણામે નોકરી ધંધા એ જતા લોકો બહાર નીકળી શકયા ન હતા. શહેર માં બરાબર નો વરસાદી માહોલ જામતા નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાય જવા પામ્યા હતા અને જનજીવન પ્રભાવિત બન્યું હતું. ધોધમાર વરસાદ ને પગલે વલસાડ ના છીપવાડ તેમજ મોગરાવાડી ગળનારા માં પાણી ભરાઈ ગયા હતા જોકે તેમ છતાં લોકો ના ઘરે સવાર માં નિયમિત દૂધ પહોંચાડતા લોકો અને આવશ્યક દૈનિક કાર્યો માં જોડાયેલા ફેરિયા ચાલુ વરસાદે પણ પોતાના કામો માં વ્યસ્ત જણાયા હતા જોકે, કેટલાય લોકો પોતાના ધંધા-રોજગાર ઉપર જઈ ન શકયા ન હતા,વલસાડ માં વરસાદી માહોલ જામતા સર્વત્ર ઠંડક પ્રસરી જવા પામી હતી.
જોકે,દક્ષિણ ગુજરાતમાં અગાઉ વલસાડ જિલ્લા માં સૌથી વરસાદ પડતો હતો પરંતુ છેલ્લા કેટલાક વર્ષો થી ચક્ર ખોરવાયું છે અને જિલ્લા ના અંતરીયાળ વિસ્તારોમાં પીવાની પાણી ની પણ સમસ્યાઓ ઉભી થઇ રહી છે અને વરસાદ સતત ઘટી રહ્યા નું સપાટી ઉપર આવ્યું છે આ વર્ષે અહીંના ગામડાઓ માં ખેતી ઉપર નભતા ખેડુતો એ વરુણદેવ ને રીઝવવા માટે પ્રાર્થના પણ કરી હતી અને પૂજા કરી હતી ત્યારે વરસાદ ની પધરામણી થતા ખેતરો પાણીથી તરબોળ બનતા ડાંગર ની ખેતી માટે આશા બંધાઈ છે વરસાદ પડતાં ખેડૂતો માં ખુશી જોવા મળી હતી.
Saturday, May 18