સંઘ પ્રદેશ દમણના ડાભેલ વિસ્તારમાં એક ચકચારી ઘટના બનવા પામી છે. આ ઘટનામાં 4 વર્ષની માસૂમ બાળકી ઉપર એક નરાધમ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો. બળાત્કારનો ભોગ બનેલી બાળકીને સારવાર અર્થે દમણની સરકારી હોસ્પિટલ બાદ મોડી રાત્રે સુરત ખાતે ખસેડવામાં આવી હતી.
દમણના ડાભેલ ખાતે આવેલા આટિયાવાડ વિસ્તારની એક ચાલીમાં સાંજે એક બાળકી પર બળાત્કારની ઘટના બની હતી. જે બાળકી પર બળાત્કાર થયો હતો તે બાળકી માત્ર 4 વર્ષની ઉંમરની છે. ઘટનાની વિગતો જોઇએ તો આ બાળકી સાંજના સમયે પોતાના ઘરની બહાર રમી રહી હતી. ત્યારે રેહાન નામનો પડોશમાં રહેતો છોકરો ત્યાં આવ્યો અને તેણે પેલી બાળકીને ચોકલેટની લાલચ આપી ફુસલાવીને ખૂણામાં લઇ ગયો હતો. ત્યારબાદ તે નરાધમે બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. થોડા સમય પછી બાળકી નહીંં દેખાતા માતા દ્વારા છોકરીની શોધખોળ આદરી દેવામાં આવી પંરંતુ બાળકી ન મળતાં માતા દ્વારા નાના ભૂલકા ઓને પૂછતા તેમણે રેહાનને ઓળખી બતાવ્યો હતો. બાળકીને સારવાર માટે દમણની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી પરંતુ આ બાળકીની તબિયત નરમ હોવાને કારણે તેને સુરત રીફર કરી દેવામાં આવી હતી.
બાળકીને લઇ જનારને નાના બાળકે જ્યારે ઓળખી બતાવી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ મામલા બાદ તુરત બાળકીના સગા બાળકીને ઘરે લાવી મામલા માટે રેહાનની પૂછપરછ કરવા માટે ઘરે ગયા ત્યારે તેના ઘરમાં રહેલા માતા પિતા અને બહેન દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું જ્યારે નરાધમની બહેને તો સ્ત્રી હોવા છતાં તમામ લાજશરમ ત્યજી દીધો તેમ પોતાના ભાઇને બચાવવા માટે તેણે પોતાના કપડા ફાડી બીજા ઉપર બળાત્કારની ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું.
નાની બાળકી સાથેની ઘટનાએ જ્યારે પૂરા દમણને હચમચાવી નાખ્યું છે ત્યારે દમણ પોલીસને પણ કોઇ લાજશરમ નહોતી કારણ કે દમણના એક પણ ઉચ્ચ પોલીસ અધિકારીમાંથી કોઇએ પણ સ્થળ પર હાજર દેખાતા નહતા. જો કે દમણમાં પોલીસ અધિકારીની હાજરી સામાન્ય બાબત છે .