દમણ માં લાઈટ બિલ મુદ્દે મહિલાઓ લઈને રજૂઆત કરવા ગયેલા સાંસદ ના પત્ની તરુણા પટેલ અને યુથ એક્શન ફોર્સ ના પ્રમુખ ઉમેશ પટેલ આમને સામને આવી જતા ઉગ્ર બોલાચાલી થતા જાહેર માં બાખડી પડ્યા હતા પરિણામે લોકો એ મફત માં મનોરંજન માણ્યું હતું અને કોરોના ની મહામારી ભૂલીને લોકો જાહેર માં ચાલતી બબાલ જોવા માટે ટોળે વળ્યા હતા.
સાંસદ પત્ની તરુણા પટેલ અને ઉમેશ પટેલ જાહેરમાં બાખડતા હતા ત્યારે ત્યાં હાજર લોકો શુટિંગ કરવા માંડ્યા હતા અને સોશિયલ મીડિયા માં વાયરલ કરી દેતા વિડીયો વાયરલ થયો હતો. અહીંની વીજ કંપની ની ઓફીસ ઉપર લાઈટ બિલ મુદ્દે રજુઆત માટે જ્યારે મહિલાઓ પહોંચી ત્યારે બબાલ થઈ હતી અને
દમણ માં કોરોના ના કહેર વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ ઉડ્યા ધજાગરા ઉડતા નજરે પડ્યા હતા જોકે બનાવ ની જાણ થતાં જ દમણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડ્યો હતો.
Saturday, May 18