ધરમપુરના ગડી પ્રાથમિક શાળા ખાતે આધાર કાર્ડ અને જાતિના દાખલા માટે વનિતા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ,આઈ સી ડી એસ વિભાગ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં જાતિના દાખલા આધાર કાર્ડ બનાવવા માટે ની કામગીરી દરમ્યાન કેટલાક મહિલા કોમ્યુટર ઓપરેટર ચાલુ કાર્યક્રમ દરમ્યાન મોબાઈલ માં મશગુલ જણાયા હતા.
અંતરિયાળ ગામોમાં લોકોના કાર્યો સરળતા પૂર્વક થાય એ માટે થતા આયોજન દરમ્યાન મહિલા કોમ્યુટર ઓપરેટર કામ બાજુ પર મૂકી ને મોબાઈલમાં ઓન લાઈન પંજાબી ડ્રેસ ની ડિઝાઈનો જોવામાં મશગુલ હોવાનું કેમેરામાં કેદ થઈ ગયું હતું.
વલસાડ જિલ્લા કલેકટર દ્વારા છેવાડાના લોકોને લાભ મળે તે માટે યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.