વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ગડી પીપલપાડા ગામે સ્કૂલના નવા ઓરડા ના ખાત મુહર્ત પ્રસંગે વિવાદ થવા પામ્યો હતો,ચાલુ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા પંચાયત ના સભ્ય ની હાજરી માં ખાતમુહર્ત કરવા જતા ઓરડા જ્યાં બનાવવાના છેતે જમીન ઉપર દબાણ કરનાર અને શાળા ના મુખ્ય શિક્ષક આમને સામને આવી જતા વાતાવરણ ગરમાયુ હતું અને ભારે હોબાળો થયો હતો પરિણામે મહીલા આચાર્ય એ 100 નંબર ઉપર ફોન કરતા પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી.
અહીં ગ્રામજનો અને જમીન ઉપર દબાણ કરનાર વચ્ચે બોલાચાલી થતા મામલો આખરે ધરમપુર પોલીસ મથકે પહોંચ્યો હતો.
આમ ખાતમહુર્ત કાર્યક્રમ આખરે બબાલ થતા મુલત્વી રહ્યો હતો આ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી.