ધરમપુર.તા,૦૮, : ધરમપુર તાલુકાની સંકલન સમિતિની બેઠકમાં બે દિવસ અગાઉ રામવાડી સ્થિત એલ્યુમિનિયમ પાવડર બનાવતી કોમલ ઓટોમાઈઝર કંપનીમાં થયેલા બ્લાસ્ટ બાદ આગ લાગવાથી બે મજૂરો બળીને ભડથું થઈ જવાની ઘટના અંગે શોક વ્યક્ત કરી,અગાઉ પણ આ કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં પણ કર્મચારીએ જીવ ગુમાવ્યો હતો,જેથી ઉપરોક્ત કંપનીને હંમેશની માટે બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી પ્રાંત અધિકારી એમ બી પ્રજાપતિએના અધ્યક્ષ સ્થાને આજરોજ સાંજે ૪.૩૦ કલાકે મળેલી તાલુકા સંકલન સમિતિની બેઠકમાં ગત.તા,૬ ને સોમવારના રોજ બપોરે રામવાડીની કોમલ ઓટોમાઈઝર કંપનીમાં બપોરે ૩,૩૦ કલાકના અરસામાં થયેલ પ્રચંડ બ્લાસ્ટમાં ધરમપૂર તાલુકાનાં બે કામદારો બળીને ભડથું થઈ ગયા હતા,જ્યારે એક કામદારને ઇજા પહોચી હતી,જે સદર્ભે ધારાસભ્ય ઈશ્વર પટેલે ઉપરોક્ત કંપનીમાં અગાઉ પણ બ્લાસ્ટ થવાની ઘટના બની હતી,અને મજૂરો મોતને ભેટ્યા હોવાના બનાવો બન્યા છે,ગરીબોના જીવ સાથે રમત રમાઈ રહી છે જે બાબત યોગ્ય નથી નું જણાવી હવે પછી ફરી ફેક્ટરી ચાલુ ન થવી જોઈએની રજૂઆત કરી હતી.જ્યારે પ્રાંત અધિકારીએ બ્લાસ્ટની ઘટના બાબતે શોક વ્યક્ત કરી.કાટમાળમાં ફ્સાયેલ એક કામદારને બહાર કાઢવાં માટે પાલિકાના લાશ્કરોએ ૪ ક્લાકની ભારે જહેમત ઉઠાવી મજૂરની શોધખોળ આદરી હતી,જે કામગીરને બિરદાવી પીડિત પરિવારોને મળવાપાત્ર લાભો જેવા કે સંકટ મોચન યોજનાના ૨૦.૦૦૦ની રકમ તથા વિધવા સહાય દર માસે ૧૦૦૦ ની રકમ અપાવવા તેમજ તેઓને બીપીએલ ન હોય તો પણ બી પી એલના લાભાર્થી તરીકે સસ્તા દરે અનાજ મળી રહે તે માટે ધારાસભ્ય ઈશ્વર પટેલે રજૂઆત કરી હતી,વધુમાં પ્રાંત અધિકારીએ શહેરમાં ભરાતા હાટ બજારના પગલે જામતી ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત શહેરીજ્નોએ તેઓને કરેલ રજૂઆત સંદર્ભે હાટબજાર ખસેડવાની હિલચાલ અંગે ચર્ચાઓ કરી,નવા હાટ બજારની જગ્યા નક્કી કરવા ન.પા ના કર્મચારી જગદીશ વણ કર ને સૂચના આપવામાં આવી હતી વધુમાં મીનાબેન સાંજે નવસારીથી ધરમપુર આવતી બસને નાનાપોંઢા સુધી લંબાવવા તથા બારોલિયા બસ સ્ટોપ પાસે બસ ન થોભાવવાના પગલે વિધાર્થીઓ અટવાય રહ્યા હોવાનું રજૂઆત કરી હતી,જે સદર્ભે પ્રાંત અધિકારીએ હાથ ઊચો કરો અને બસમાં બેસોના નિયમનું પાલન કરવા માટે ઉપસ્થિત એસ.ટીના વહીવટી કર્મચારીને સૂચના આપી હતી,ધરમપુર શહેરના જકાતનાકાથીઆસુરા વાવ સુધીના માર્ગે વર્ષો જૂના તોતિંગ વૃક્ષો જી ઇ બી સાથે સંકલન રહી દૂર વિસ્તારમાં ઉનાળાના આખર સિઝનમાં ૩૨ જેટલા ટેન્કરો દ્વારા પાણી પહોચાડતું હોવાની માહિતી મેળવી હતી


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.