કાકા સસરા સાથે ત્રણ મિત્રો ભેગા મળી બેટ વડે માથામાં ફટકો મારી ભાગી છૂટ્યા
ભાઇની દિકરીના છૂટાછેડાની અદાવત મૃત્ય સુધી પહોંચી
પારડી તાલુકાના દશવાડા ગામે ગતરોજ રવિવારના મોડી સાંજે પરીયા ઉદવાડા સરોધી લાલદરવાજી પાસે કાકા સસરાને જમાઇ તેના મિત્રો સાથે બાઇક પર આવી બેટ વડે માથામાં ફટકો મારી કાકા સસરાને લોહીલુહાણ કરી દીધા હતા.
પારડીના દશવાડા ગામના અરવિંદભાઇ મણીયાભાઇ ધો.પટેલ કે જેઓ ગતરોજ રવિવારના ઓરવાડ વેબ્રીજ પર જીમીત જયેશભાઇના કાંટા પરથી ફરજ બજાવીને પરત દશવાડા ગામે પરિયા રોડ પરથી જઇ રહ્યા હતા જ્યા માર્ગ પર સરોધી, લાલદરવાજા પાસે અરવિંદભાઇ પટેલના ભાઇના દિકરીનો જમાઇ મહેન્દ્ર ચંદુભાઇ ધો.પટેલ મિત્ર ભાવેશ કરસનભાઇ કો.પટેલ તેમજ અન્ય એક આરોપી જેના નામઠામની ખબર નથી ત્રણે મળીને અરવિંદભાઇના માથામાં ક્રિકેટ રમવાની બેટ વડે હુમલો કર્યો હતો. હુમલો કરવાનું કારણ અરવિંદભાઇની દિકરીના લગ્ન ચાર વર્ષ ચાલતી તકરારમાં છૂટા છેડાના જૂની અદાવત રાખી જમાઇ મહેન્દ્રએ હુમલો કર્યો હતો જેમાં એક આરોપી દારૂનો વેપલો કરતો હોવાનું ઇજાગ્રસ્ત અરવિંદભાઇએ જણાવ્યું હતું ઘટના અંગે તેમના ભાઇ પિતરાઇ નરેશ છોટુભાઇ ધો.પટેલ પારડી પોલીસ મથકે ત્રણ ઇસમો સામે ફરીયાદ નોંધાવી હતી ઇજાગ્રસ્તને તેમના માલિક જીનિત જયેશભાઇ દેસાઇ પોતાની કારમાં પારડી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ આવ્યા હતા આજરોજ પી.એસ.આઇ પરેશભાઇ ઇજાગ્રસ્ત નિવેદન લઇ આરોપી સામે કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું જ્યારે પારડીમાં અવરનવર વધી રહેલા ગુનાને લઇ જીલ્લા વડા સક્રિય બને તે જરૂરી બની રહ્યું છે.