ચોરીનો અંજામ આપનાર સ્થાનિક જ ચારે મુસ્લિમ નીકળ્યા એક જુવેનિયન
પારડી ચીવલ રોડ પર એક બંધ મકાનમાં ત્રણ દિવસ અગાઉ તસ્કરો ઘુસી સોના દાગીના રોકડ મળી રૂ.૨.૫૮ લાખની મત્તાની ચોરી થયાની ફરિયાદ પારડી પોલીસ મથકે નોંધાઇ હતી જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણને ઝડપી પાડ્યા છે ચોરીમાં હજુ એક મુખ્ય સૂત્રધાર અતુલ પારનેરા નો ઝડપાયેલ સાથી મિત્ર હોવાનું બહાર આવ્યું છે.
પારડી ચીવલ રોડ સ્થિત હોન્ડા શો રૂમ સામે આવેલ મારુતિ એન્ટરપ્રાઇઝ ની દુકાન ના મલિક ના બંધ મકાન કોઈ અજાણીયા તસ્કરોએ રસોડાની સ્લાઈડ બારી માંથી ઘરમાં પ્રવેશ્યા હતા ત્યાં ઘરના ઉપરના રૂમ ની ચાવી તસ્કરોએ ટેબલ પરથી લઇ ઉપરના ના રૂમમાં પ્રવેશ્યા હતા એને રૂમના કબાટની ચાવી કબાટમાં લટકેલ હતી જેનાથી કબાટ ખોલી અંદર મુકેલ રોકડા રૂ. બે લાખ અને સોના ના મળી કુલ રૂ। ૨.૫૮ લાખની મત્તાની ચોરી થયા હોવાની ફરિયાદ સુજીત નરોત્તમદાસ લાડના એ કરી હતી જે ચોરીનો અંજામ આપનાર સ્થાનિક મુસ્લિમ નબીરા ત્રણને પોલીસે ઝડપી પાડ્યા છે, જેમાં મીનહાજ નઝીર શેખ રહે. શાકભાજી માર્કેટ પારડી, મોહશીન ગુલામ હુસેન મનીયાર ઉ.૨૬ રહે. જેનાબ મંઝિલ ચીવલ રોડ પારડી જયારે ત્રીજો આરોપી જુવેનિયન નીકળ્યો હતો અહીં ચોરી ની ઘટના ની આસપાસ રોજના અસામાજિક તત્વ ભેગા થઇ ગાંજા નું સેવન પણ કરતા હોવાનું એક આરોપીએ જણાવ્યું હતું. પોલીસ તાત્કાલિક ટીમ ને ચોરો સુધી પહોંચી ગઈ અને ગણતરીના કલાકોમાં પોલીસને સફળતા મળી હતી.
જયારે ચોરીનો મુખ્ય સૂત્રધાર પોલીસ અતુલ પારનેરા કયુમ બુહાદીન કુરેશી ની પણ પોલીસે ધરપકડ કરી છે ચારે આરોપીને પીએસઆઇ આર, પી સોલંકીએ કોર્ટમાં રજુ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.