સત્ય ન્યુઝ વલસાડ
આજરોજ પારડી જીવદયા ગ્રુપ દ્વારા પારડી ની બ્લડ બેન્ક ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં વલસાડ , પારડી,વાપી માંથી ખૂબ મોટી સંખ્યામાં યુવાનો એ બ્લડ ડોનેટ કાર્યક્રમ આ ભાગ લઈ માનવતા મહેકાવી હતી, આ બ્લડ ડોનેટ કેમ્પ ની અંદર સર્વ પ્રથમ વખત 20 વર્ષ થી લઇ 30 વર્ષ સુધીના યુવાનો એ ભાગ લીધો હતો સાથે અન્ય યુવાનો પણ આગળ આવે અને પોતાની ફરજ નિભાવી બ્લડ ડોનેશન કાર્યક્રમ આગળ વધે તેવી સમાજ ને પ્રેણના આપી હતી