તરમાલિયા ની પરણિતાને સંતાન બાબતે સાસરિયામાં મેણાંટોણાં મારતાં ટ્રેન નીચે પડતું મૂક્યું
પોલીસ મથકે પરિણીતાના માતા-પિતાએ દીકરીના આત્મહત્યામા સાસરિયા સામે રોષ વ્યક્ત કર્યો
સુસાઇડ નોટમાં હું તને પુત્ર સુખ ન આપી શકવાના કારણે આ પગલું ભર્યું છે
પારડી રેલ્વે સ્ટેશન પાસે અજાણી મહિલાએ ઓખા ફાસ્ટ ટ્રેન નીચે પડતું મૂક્યું હતું ઘટનામાં પોલીસને પારડી તરમાલિયા ની પરણિતા હોવાનું જાણવા મળ્યું સવારે 11 / 30 કલાકની પડેલ મહિલાની લાશ માટે પારડી પોલીસ અને રેલ્વે પોલીસ વચ્ચે ઘટના સ્થળ માટે હદ બતાવવામાં લાશની તપાસમાં પારડી તરમાલિયા ની પરણિતા હર્ષનાબેન આશિષ ધો,પટેલ ઉ,23 જેના લગ્ન 3 વર્ષ અગાઉ પારડી નગરપાલિકામાં વીજળી ખાતામાં કામ કરતા મનહરભાઈ પટેલના પુત્ર રેમન્ડ કમ્પીના ફરજ બજાવતો હોવાનું બહાર આવ્યું અને મૃતક પરણીતાના પિયરપક્ષ પારડી તાલુકાના નેવરી ગામે થી આજરોજ દીકરીને અગ્નીદેહ ની ક્રિયા પતાવી પારડી પોલીસ મથકે માતા-પિતાએ દીકરીના આત્મહત્યામા સાસરિયા સામે રોષ વ્યક્ત કર્યો અને તેમની દીકરીને સાસરિયા સંતાન બાબતે મેણાંટોણાં મારતાં હતા અને માનસિક શારિરીક ત્રાસ ને લઇ ને અમારી દીકરીએ ટ્રેન નીચે પડતું મૂક્યું હોવાનું જણવ્યું હતું અને પરણીતાએ લખેલી સુસાઇડ નોટમાં હું તને પુત્ર સુખ ન આપી શકવાના કારણે આ પગલું ભર્યું છે અને જેમાં કોઈની ભાગીદારી નથી તયારે આ સુસાઇડ નોટ ઉપરથી હવે પોલીસ તપાસ બાદ સમગ્ર હકીકત બહાર આવશે અને લગ્ન ગાળા માત્ર 3 વર્ષના હોય જેથી તપાસ DYSP કક્ષાને સોંપાશે ત્યારબાદ વધુ કારણ પરણીતા હર્ષનાબેન આત્મહત્યાની રહસ્ય બહાર આવશે