પ્રતિનિધિ:પારડી,
પારડી નગરપાલિકા ના શાકભાજી માર્કેટના પ્રવેશ રોડ પર આવેલ દુકાનોના દબાણ દૂર કરવા આજ રોજ પારડી નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક વેપારીઓમાં ફફડાટ મચી ગયો હતો. જેમાં ગટર અને પાણીની લાઈન નાખવા બાબતે આ દબાણો દૂર કરવા સરકાર ના હુકમ મુજબ કામગીરી કરવામાં આવતા અન્ય દુકાનોનું દબાણ દૂર ન કરાતા પાલિકા સામે એકને ખોળ અને એકને ગોળ ની નીતિ અપનાવી હવાના દબાણ દૂર કરાયેલા વેપારીઓના આક્ષેપો કર્યા હતા.

પારડી નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ની ટીમ ના અધિકારી મંગળવાર ના સવારે 11 કલાકે ફાલ્ગુની સોનેરી, હીરાભાઈ માહ્યાવંશી બાંધકામ એસ.ઓ., સેનેટરી વિભાગના ઇકબાલ મલેક, અને સેનેટરી વિભાગના કર્મચારીઓ, સાથે રહી જે.સી.બી. દ્વારા પારડી ચીવલરોડ શાકભાજી માર્કેટ, ગુજરાત બેકરીની બાજુમાં થી પસાર થતી ગટર અને પીવાના પાણીની લાઈન નાખવાની કામગીરી માટે અડચણ રૂપ થતી 17 જેટલી દુકાનોના પગથિયાં નું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જો કે દબાણ દૂર થયેલ વેપારીઓ અન્ય દુકાનોનું દબાણ દૂર ન કરાતા પાલિકા સામે એકને ખોળ અને એકને ગોળ ની નીતિ અપનાવી હવાના દબાણ દૂર કરાયેલા વેપારીઓના આક્ષેપો કર્યા હતા. તેમજ મોદી સ્ટ્રીટ તરફ જતી ગટર લાઈન નાખવાની કામગીરી બાબતે સ્થાનિક રહીશ ભરત મોદી એ આર.ટી.આઈ. દ્વારા પાલિકામાં સીટી સર્વે ની 1978 થી દાખલ કરવામાં આવેલ નકશા હિસાબે ગટર લાઈનની કામકાજ માં દુકાનો તેમજ મકાનો દબાણમાં આવતા હોવાનું જણાવી પાલિકા સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. દબાણ ની કામગીરી સમયે સ્થાનિક ચૂંટાયેલા એક પણ સભ્ય હાજર ન રહેતા વેપારીઓ એ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. પરંતુ દુકાનોના દબાણ ને લઇ રોજની ટ્રાફિક ની સમસ્યા અનેક લોકો અને વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. હાલ તો દબાણો ની કામગીરી પૂર્ણ થઇ હતી પરંતુ અહીં દબાણો ની જગ્યા એ લારી તેમજ પાથરણા વાળા બેસી ને ફરી ટ્રાફિક ને અડચણ રૂપ ન થાય તે બાબતે પાલિકા એ ધ્યાન દોરવાનું ખુબજ જરૂરી છે. જયારે રોજની ટ્રાફિક ની સમસ્યા ગુજરાત બેકરી ના દુકાનનું દબાણ દૂર ન કરાતા જે બાબતે ટાઉન પ્લાનિંગ ના અધિકારી ફાલ્ગુનીએ જણાવ્યું હતું કે સીટી સર્વે ની માપણી બાદ બીજા તબક્કા માં તેઓની પણ દુકાનોનું દબાણ નિયમ મુજબ દૂર કરવામાં આવશે.