પારડી નગરમાં સ્વાધ્યાય મંડળ પાસે નિષ્ઠા પાર્ક સોસાયટીમાં બંધ બંગલા માં ગત 15 મે ના રોજ સોનાના દાગીના રોકડ રકમ મળી 1 લાખ થી વધુ મત્તાની ચોરી માત્ર 94 હજાર ની મત્તાની ચોરી થઇ હતી. જે ઘરફોડ ચોરી નો ભેદ પારડી પોલીસે ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી એ ચોરી ના રૂપિયાની બાઈક ખરીદી નોકરી કરતા કંપની ના મિત્રો ને પેંડા ખવડાવ્યા હતા નું કબૂલાત કરી હતી.
પારડી સ્વાધ્યાય મંડળ રોડ સ્થિત નિષ્ઠા પાર્ક સોસાયટીમાં ચાર બંગલા ઓને તસ્કરોએ નિશાન લીધા હતા જેમાં એક બંગ્લા 9 તોલા સોનુ સહિત કુલ 94 હજાર રૂપિયાની ચોરી થઈ હતી બીજા બે બંગલા માં 20 હજાર ની બાથરૂમ ફિટિંગ ના સામાન નળ તથા ચોથા બંગલા માં ચોરીનો પ્રયાસ તસ્કરોએ 11 મેં ના રોજ કર્યો હતો.તસ્કરોએ 4 બંગલા માં ચોરીને અંજામ આપ્યો હતો. જે ચોરી ની ઘટના માં રાજેશ કુમાર કાંતિલાલ શાહ ની ફરિયાદ ના આધારે પોલીસ ના તપાસ માં કબાટ માંથી રોકડા પુત્ર ની ફી ના રૂ 20 હજાર .તથા સોના ચાંદીના દાગીના નવ તોલા મળી કુલ 94500ના મત્તાની ચોરી કરી તસ્કરો ભાગી છૂટ્યા હતા.જ્યારે ભાજપના હોદેદાર કનૈયાલાલ ગણપતલાલ રોહિત ના બંગલામા બાથરૂમ તેમજ કિચન ના નળો ચોરી ગયા હતા. જે કેસ ની તપાસ માં હાલ ના પી.એસ.આઈ. આર.પી. સોલંકી એ ખાનગી બાતમીના આધારે આજ રોજ ખાનગી બાતમીના આધારે પારડી પોલીસે ચોરી નો ભેદ ઉકેલ્યો હતો. જેમાં એક રાજેસ્થાન ના યુવાન અજીત ગુલજારીલાલ ખાતી ઉ.વ. 36, હાલ રહે વાપી ગીતાનગર ગોવિંદભાઇ ની ચાલ ની ધરપકડ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં આરોપી ના કબૂલાત માં ચોરીના રૂપિયાની એક રૂ. 60 હજાર ની ડિસ્કવરી બાઈક અને રૂ. 15 હજાર નો મોબાઈલ ખરીદ્યો હતો. અને આરોપી જ્યાં નોકરી કરતો હતો તે કંપની ના મિત્રો ને બાઈક ખરીદી ની ખુશીમાં પેંડા પણ ખવડાવ્યા હોવાનું કબુલ્યું હતું. પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ મેળવવાની તજવીજ સાથે આરોપી એ અત્યાર સુધીમાં કેટલી ચોરી કરેલ તેમજ તેમના સાથે અન્ય કોઈ મિત્રો સાથે અને ચોરી નો માલ કોને વેચી નાખ્યો તે સમગ્ર તપાસ માં હવે બહાર આવશે.