પારડીના એક ગેરેજમાં મેલી વિદ્યા કરવાનો યુવાનનો પ્રયાસ નિષ્ફળ યુવાને મેલી વિદ્યા કરેલ પોટલી ખીલી પર ટીંગાડવા જતા પોટલી તૂટી પડી
પારડી
પારડી હાઈવે સ્થિત એક ફોરવહીલ ગેરેજ ની દુકાન માં એક તાંત્રિક યુવાન એ મેલી વિદ્યા કરી જાદૂટોણાનો પ્રયાસ કરવામાં આવતા સમગ્ર કારતુસ ગેરેજના સીસી કેમેરામાં કેદ થઇ હતી જેમાં એક દાઢીવાળો યુવાન ગેરેજની બહાર બેસીને કરી કલાકો સુધી મેલીવિદ્યા કરી એક લાલ રંગ નું પોટલું તૈયાર કર્યું ,જે પોટલામાં કંકુ,વેલણ ,બંગડી,માચીસ, વગેરે સામગ્રી બાંધી ગેરેજની બહાર શટલ પાસે પોટલાને ટીંગાડવા જતા ,સમગ્ર વિધિ કરેલ પોટલી નીચે તૂટી પડી હતી . જાદુટોના કરનાર યુવાન છેવટે કંટાળીને ત્યાંથી ચાલ્યો ગયો હતો. સમગ્ર બનેલ ઘટના ગેરેજ ના સંચાલકે સવારના પોતાના સીસી કેમેરામાં જોતા આ મેલી કરનાર યુવાન ગેરેજની બહાર બેસીને એક કાગળ ના ટુકડા કરીને ફેંકતા સમગ્ર ટૂંકડાં ગેરેજના સંચાલકે ભેગા કરી ચીટકાવીને જોતા વલસાડના એક ચર્ચ નું બિલ હોવાનું બહાર આવ્યું હતું ત્યારે તાજેતર માં બની રહેલ મહિલાની ચોટલી કાપવાનો અંધશ્રધ્ધા ના કિસ્સાને લઇ પડી માં હવે મેલીવિદ્યા કરનારનો કિસ્સો પ્રગટમાં આવતા ચકચાર મચી જવા પામી હતી.